માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે બિહાર માટે ૧૫ હજાર કોરોના ટેસ્ટ કિટ મોકલી

0
951

 

પટણાઃ કોરોના વાઇરસ વિરુદ્ધ જંગમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને બિહારને મોટી રાહતરૂપે મદદ મોકલી છે, આ ફાઉન્ડેશન તરફથી બિહારને ૧૫૦૦૦ કોરોના ટેસ્ટ કિટ મોકલવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી બન્યું જ્યાં બિલ ગેટ્સે બિહારને મદદ કરી હોય. ફાઉન્ડેશન તરફથી પહેલા પણ બિહાર સરકારને અનેક પ્રકારની મદદ મળતી રહી છે. બિલ ગેટ્સ જાતે પણ બિહારની મુલાકાત લઇ ચૂક્યા છે અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે અનેક વાર મુલાકાત કરી ચૂક્યા છે. હવે કોરોના જેવી ઘાતક મહામારી વચ્ચે બિલ ગેટ્સની સંસ્થાએ બિહારને મહત્વની અને ઘણી મોટી મદદ મોકલી સંબંધોને મજબૂત કર્યા છે.

મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જે વિતેલા ૨૦ વર્ષથી બાળકોના સ્વાસ્થ્યને લઇને વિશ્વભરમાં જાગરૂકતા ફેલાવવાનું કામ કરી રહી છે. સંસ્થા બાળકોના રસીકરણનું પણ ઉમદા કાર્ય કરતી આવી છે. 

મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન બિહાર સરકાર સાથે અનન્યા નામકની સંધિ કરી છે જેમાં વિભિન્ન સ્વાસ્થ સંબંધી વિષયો પર ખાનગી અને જાહેર સંગઠનો સાથે મળીને કામ કરવામાં આવે છે. આ હેઠળ પરિવાર નિયોજન, પોષણ, બાળ રસીકરણ, સ્વચ્છતા અને ચેપી રોગો પર અંકુશ જેવા કાર્યો કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here