જળવાયુ પરિવર્તન મુદ્દે વિકસિત દેશો પોતાની જવાબદારી નિભાવે: ગૌતમ અદાણી

મુંબઇ: અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ વિકસિત દેશોને ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન મુદ્દે ટ્વિટર પર ટકોર કરી હતી. પોતાના એકસ હેન્ડલ પર ગૌતમ અદાણીએ લખ્યું હતું કે, હાલમાં જ આવેલા સીવીએફના અહેવાલમાં ભારતનો ઉલ્લેખ થયો છે. ભારત પેરિસ કરારમાં નક્કી થયેલા લક્ષ્યોની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે અને ભારતનો ટોચની ચાર અર્થવ્યવસ્થામાં સમાવેશ થાય છે. જી-7માં સમાવિષ્ટ દેશોની સરખામણીએ ભારતમાં પ્રતિ વ્યક્તિ દીઠ ચોથા ભાગનું કાર્બન ઉત્સર્જન થાય છે. ગ્લોબલ સાઉથ માટે વિકસિત દેશો નિષ્પક્ષ અને જવાબદારી પૂર્વક વર્તે એ અગત્યનું છે. સીવીએફના અહેવાલ અનુસાર ભારત, ઇન્ડોનેશિયા, યૂકે અને સ્વિત્ઝરલેન્ડ સાચી દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે. પેરિસ કરારમાં નક્કી કરેલા લક્ષ્યોને પૂરા કરવા માટે ટોચની ચાર અર્થવ્યવસ્થામાં ફક્ત ભારતનો જ સમાવેશ થાય છે. ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા અને યૂકે પણ જળવાયુ પરિવર્તન સાથે સંકળાયેલા નિયમોનું પૂરી રીતે પાલન કરે છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘પેરિસ કરાર’માં નક્કી થયેલા લક્ષ્યો સુધી પહોચવા માટે એ સમયે નક્કી થયેલા વાયદાઓ કેટલાક દેશો પાળતા નથી. આ જ દેશો જળવાયુ પરિવર્તન માટે સૌથી વધુ જવાબદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here