ચીનની હોસ્પિટલોમાં દર્દીઓ ઘટ્યા: કોરોનામાં ત્રણ વર્ષ બાદ પણ સાવચેતી જરૂરી: WHO 

 

ચીન: ચીનમાં કોરોનાના કેસોમાં પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીન સરકારના કહેવા મુજબ, દેશમાં કોરોનાની સ્થિતિ ‘લો લેવલ’ પર આવી ગઈ છે. જાન્યુઆરીમાં અહીં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ૯૦ ટકા સુધી ઘટી છે. જે વિસ્તારોમાં કોરોનાનો પીક હતો, ત્યાં પણ હવે કેસ ઘટી રહ્યા છે. ચીનમાં ત્રણ વર્ષથી ચાલી રહેલી ઝીરો-કોવિડ પોલિસી પૂર્ણ થયા બાદ ૮૦ ટકા ચીનીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. ભારતમાં કોરોનાના ૮૦ નવા કેસ સામે આવ્યા હતા. હેલ્થ મિનિસ્ટ્રીના આંકડા મુજબ, દેશમાં હાલ ૧,૮૪૮ એક્ટિવ કેસ છે. મહામારીની શ‚આતથી અત્યાર સુધી દેશમાં ૫.૩ લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સાથે જ ચાર કરોડથી વધુ લોકો વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

ભારતમાં સ્વદેશી ફાર્મા કંપની દેશમાં બાયોટેકે દુનિયાની પહેલી ઈન્ટ્રાનેઝલ કોવિડ-૧૯ વેક્સિન iNCOVACC લોન્ચ કરી હતી. હેલ્થ મિનિસ્ટ્રીના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, આ વેક્સિન સૌથી પહેલા પ્રાઈવેટ વેક્સિનેશન સાઇટ્સ પર આપવામાં આવશે. ત્યારે હાલ સરકારે આ વેક્સિનને સરકારી સાઇટ્સ પર ઉપલબ્ધ કરાવા માટે કોઈ ગાઇડલાઇન્સ જાહેર કરી નથી.

જાપાન સરકારે કહ્યું હતું કે, ચીનમાં કોરોનાના હાલાત સતત મોનિટર કરવામાં આવી રહ્યા છે. જાપાનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ચીને જાપાની મુસાફરો માટે ફરીથી વીઝા ઇશ્યૂ કરવાનું શ‚ કરી દીધું છે. ચીને આ મહિનાની શ‚આતમાં જાપાનથી આવનાર લોકો માટે વિઝા બંધ કરી દીધા હતા. જેના કારણે જાપાનને કોરોનાના કારણે બોર્ડર પર નિયંત્રણો કડક કરવા પડ્યાં હતા. સાઉથ કોરિયાના નવા નિયમ મુજબ, હવે દેશમાં ઇન્ડોર પ્લેસીસ પર માસ્ક પહેરવું ફરજીયાત નથી. આવું કોરોનાના ડેલી કેસમાં ઘટાડો થવાના કારણે કરવામાં આવ્યું છે. સાઉથ કોરિયામાં ૭,૪૧૬ નવા કેસ સામે આવ્યા હતા. 

ફ્રાન્સે ચીનથી આવનાર મુસાફરો માટે ૧૫ ફેબ્રુઆરી સુધી કોરોના ટેસ્ટ કરાવવા જ‚રી કરી દીધા હતા. આ અગાઉ ટેસ્ટને ૧ ફ્રેબ્રુઆરીથી બંધ કરી દેવાની વાત કરવામાં આવી હતી. ફ્રાન્સનું કહેવું છે કે, ચીનમાં કોરોનાના હાલાત જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય, લાઇટમાં ૬ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ માસ્ક પહેરવું પણ ફરજીયાત છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ આજના દિવસે કોવિડ-૧૯ને પહેલીવાર દુનિયા માટે પબ્લિક હેલ્થ ઇમેરજન્સી તરીકે જાહેર કર્યું હતું. જાહેરાતના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર WHOએ કહ્યું કે, કોરોના અત્યારે પણ બધા માટે હાઈ એલર્ટ છે. હેલ્થ એજન્સીએ જણાવ્યું કે, આ બીમારીથી દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ ૬૦ લાખ ૮૦ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાના નકારાત્મક પ્રાભાવોના કારણે બાળકો માટે આપણે હજી સાવચેતી રાખવી જ‚ર છે. કોરોના ‚worldmeter મુજબ, દુનિયામાં હજી સુધી કોરોનાના ૬૭ કરોડ ૪૯ લાખ ૨ હજાર ૮૧૮ કેસ સામે આવી ચૂક્યા છે. ૧૧ જાન્યુઆરી ૨૦૨૦એ ચીનના વુહાનમાં ૬૧ વર્ષીય વૃદ્ધનાં મોત થયું હતું. આ દુનિયામાં કોરોનાથી થયેલા મૃત્યમાં પહેલું મોત હતું. ત્યારબાદ મોતનો સિલસિલો વધતો ગયો હતો. અને અત્યાર સુધી ૬૭ લાખ ૫૯ હજાર ૭૫૨ લોકોનાં મોત થઈ ચૂકયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here