બાબરી વિધ્વંસ કેસઃ પુરાવાના અભાવો અદાલતે તમામ અરોપીને નિર્દોષ જાહેર કર્યા

મુરલી મનોહર જોષી
વિનય કટિયાર
ઉમા ભારતી
લાલ કૃષ્ણ અડવાણી
કલ્યાણસિંહ
સાધ્વી ઋતંભરા

લખનઉઃ ૨૮ વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસમાં બુધવારે ચુકાદો આવ્યો. લખનઉસ્થિત સીબીઆઈ ની વિશેષ કોર્ટે ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદાસ્પદ બાબરી મસ્જિદના માળખાના કેસમાં બુધવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસમાં પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, જેવા અનેક મોટા નેતા આરોપી હતા. આવા હાઈ પ્રોફાઈલ કેસમાં ચુકાદો આવવાનો હોવાથી અયોધ્યા અને લખનઉમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ ઘટના અચાનક બની હતી. આરોપીઓ વિરુદ્ધ પૂરતા પ્રમાણમાં પુરાવા નથી. દાયકાઓ જૂના આ કેસમાં પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સાક્ષી મહારાજ, સાધ્વી ઋતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય, વિનય કટિયાર, મહંત નૃત્યગોપાલ દાસ, રામ વિલાસ વેદાંતી, ધરમદાસ, ડો. સતીષ પ્રધાન સહિત ૩૨ આરોપી જાહેર કરાયા હતા. આ કેસમાં કુલ ૪૯ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને તેમની સામે એફઆઈઆર દાખલ થઈ હતી જેમાંથી હાલ ૩૨ આરોપીઓ જીવિત છે. 

કોર્ટે ચુકાદો સંભળાવ્યો ત્યારે ૩૨ આરોપીઓમાંથી ફક્ત ૬ આરોપીઓ કોર્ટમાં હાજર નહતાં. જ્યારે ૨૬ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. બાકીના આરોપીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં સામેલ રહ્યા હતાં. જજ એસ. કે. યાદવે કહ્યું કે પૂરતા પુરાવા નથી. નેતાઓએ ભીડને રોકવાની કોશિશ કરી હતી. સીબીઆઈ તરફથી આરોપીઓ વિરુદ્ધ ૩૫૧ સાક્ષીઓ અને લગભગ ૬૦૦ દસ્તાવેજો રજુ  થયા હતાં. 

ન્યાયાધીશે આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમય મુજબ આ માસના અંત સુધીમાં ચુકાદો સંભળાવવાનો છે. નોંધનીય છે કે અયોધ્યાનું વિવાદિત માળખું કારસેવકોએ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ તોડી પાડ્યું હતું. આ આરોપીઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સાધ્વી ઋતંભરા, ઉમા ભારતી, વિષ્ણુ હરિ ડાલમિયા અને અશોક સિંઘલ વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૨૦બી (અપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ), ૧૪૭, ૧૪૯, ૧૫૩એ, ૧૫૩બી અને ૫૦૫(૧) હેઠળ કેસ ચાલ્યો હતો. આ સિવાય અન્ય આરોપીઓ મહંત નૃત્ય ગોપાલ દાસ, મહંત રામ વિલાસ વેદાંતી, વૈકુંઠલાલ શર્મા ઉર્ફે પ્રેમજી, ચંપતરાય બંસલ, ધર્મદાસ, ડો. સતીષ પ્રધાન અને કલ્યાણ સિંહ સામે આઈપીસીની કલમ ૧૪૭, ૧૪૭ ૧૫૩એ, ૧૫૩બી ૨૯૫, ૨૯૫એ, અને ૫૦૫(૧) તથી કલમ ૧૨૦બી હેઠળ આરોપ છે. 

મળતી માહિતી મુજબ આ કેસમાં કારસેવકો વિરુદ્ધ પહેલી એફઆઈઆર થઈ હતી. જેનો નંબર  ૧૯૭/૧૯૯૨ હતો. અત્રે જણાવવાનું કે આ એફઆઈઆરમાં કારસેવકો  પર આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ ડકૈતી, લૂંટફાટ, મારપીટ, ઈજા કરવી, સાર્વજનિક ઈદગાહને નુકસાન પહોંચાડવા અને ધાર્મિક સૌહાર્દ ભડકાવવાના મામલામાં સંડોવાયેલા છે. 

બીજી જ્ત્ય્ની વાત કરીએ ૧૯૮/૧૯૯૨ નંબરની આ જ્ત્ય્માં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ સંલગ્ન કુલ ૮ મોટા નેતાઓ અને પદાધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતાં. આ તમામ નેતાઓ પર ભડકાઉ ભાષણ દ્વારા લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here