વિદેશી મીડિયા પ્રતિનિધિ તરીકેના વીઝા માટે શું જરૂરી?

0
828

 

ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી એક્ટ (INA) હેઠળ વિદેશી મીડિયાના પ્રતિનિધિ તરીકે વ્યક્તિ ‘I’ નોનઇમિગ્રન્ટ વીઝા મેળવીને અમેરિકા આવી શકે છે. તે માટે કેટલીક લાયકાતો જરૂરી ગણાય છે.

પ્રેસ, રેડિયો, ફિલ્મ કે અન્ય પ્રકારના માહિતી સાથે સંકળાયેલા મીડિયા, કે જેમની કચેરી વતનના રાજ્યમાં કાર્યરત હોય, તેના પ્રતિનિધિ તરીકે મીડિયાની કામગીરીના હેતુથી જ તમે અમેરિકા આવવા માગતા હો તો ‘I’  નોનઇમિગ્રન્ટ વીઝા મળી શકે છે. આવી વ્યક્તિ રિપોર્ટર, ફિલ્મ ક્રૂના સભ્ય, તંત્રી કે એવી જ અન્ય કામગીરી બજાવતી હોવી જોઈએ. આ વીઝા હેઠળ જીવનસાથી અને ૨૧ વર્ષની ઓછી ઉંમરના સંતાનો પણ અમેરિકા આવી શકે છે.

પત્રકાર કે મીડિયા પ્રતિનિધિ તરીકે જરૂરી છે કે તેની કામગીરી કંપની માટે જરૂરી હોય. કામગીરી જરૂરી છે કે કેમ તેનો નિર્ણય કોન્સ્યુલર ઓફિસર કરતા હોય છે. અમેરિકા ખાતેની કામગીરી કંપની માટે બહુ ઉપયોગી છે તેવું દર્શાવવું જરૂરી છે. આ કામગીરી માહિતી એકત્ર કરવા માટેની હોવી જોઈએ, કોઈ વેપારી હેતુ સાથેની નહિ. તેથી માહિતી એકત્ર કરવાની અને અહેવાલ સિવાયની કોઈ કામગીરી માન્ય ગણાશે નહિ.

એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં આ માટે અરજી કર્યા પછી તેનો નિર્ણય વિદેશ વિભાગ કરશે,USCIS નહિ કરે. ચેન્જ ઓફ સ્ટેટસ અથવા અમેરિકામાં રોકાણ લંબાવવા માટેની અરજી ‘I’  હેઠળ હોય તો USCIS સંભાળશે.

પત્રકાર અને મીડિયા પ્રતિનિધિ તરીકેની કામગીરી માત્ર આ જ વીઝા હેઠળ થઈ શકે છે. અન્ય વીઝા હેઠળ અમેરિકા આવનારા આવી કામગીરી કરી શકે નહિ.

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનલિટી લોઝ વિશે વધુ માહિતી માટે તમે NPZ Law Group (VISASERVE)ના લોયર્સનું માર્ગદર્શન મેળવી શકો છો. આ માટે ઇમેઇલ કરો – infoserve.com  અથવા સંપર્ક કરો 201-670-0006(x104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ -http://www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/