0
1735

 

 

ગુજરાતી સમાજ દ્વારા પિકનીક-પતંગોત્સવઃ 1200 સભ્યોએ ભાગ લીધો

ડલાસઃ તાજેતરમાં ડીડબ્લ્યુએફ ગુજરાતી સમાજ દ્વારા વેસ્ટ લેક પાર્કમાં પિકનીકનું અને પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બપોરે 3 વાગે સભ્ય ભાઈ-બહેનો તથા ડલાસમાં વસતા ગુજરાતી ભાઈ-બહેનો પોતાના નાના બાળકો અને દીકરીઓને લઈને આવેલા છોકરાઓને પતંગ ચગાવતાં શીખવાડતાં હતાં.
શરૂઆતમાં ગુજરાતી સમાજ તરફથી નિઃશુલ્ક નાસ્તો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લગભગ 1000 થી 1200 જેટલાં ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. સૌને એક ફીરકી અને 3 પતંગ વ્યાજબી દરે આપવામાં આવી હતી. આ માટે પતંગ અને દોરી ઈન્ડીયાથી મંગાવવામાં આવી હતી. સાંજે સૌને ગોપાલ રેસ્ટોરન્ટ દ્વારા બનાવેલ ડીનર પીરસવામાં આવ્યું હતું. અમિત ત્રિવેદીના ઝ઼થ્ મ્યુઝીક દ્વારા ગરબા, ભાંગડા અને સંગીત પીરસવામાં આવ્યુ હતું. ઈન્ડીયા બઝારવાળા આનંદભાઈ પબારી દ્વારા નાસ્તો સ્પોન્સર કરવામાં આવ્યા હતા. સૌએ મન મૂકીને પિકનીકનો આનંદ માણ્યો હતો. પ્રમુખ સંદીપભાઈ પટેલ અને તેમની ટીમ તથા ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ જ જહેમત ઊઠાવવામાં આવી હતી. રમણભાઈ પટેલ, સુધીરભાઈ પરીખ, દિલીપ શાહ, આત્મન રાવલ, જતીન પટેલ, તથા કમિટી મેમ્બરો ખડેપગે વ્યવસ્થામાં હાજર રહ્યા હતાં. સ્પોન્સર ગોપાલ રેસ્ટોરન્ટ (અક્ષય પટેલ) ઈન્ડીયા બઝાર, આનંદભાઈ પબારી તથા અમીત ત્રિવેદી, મુકેશ મિસ્ત્રી વગેરેનો સમાજે આભાર માન્યો હતો. (માહિતી અને ફોટોસૌજન્યઃ સુભાષ શાહ, ડલાસ)