પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS ‘વિક્રાંત’ નેવીમાં સામેલ

કોચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાટ કેરિયર આઇએનએસ વિક્રાંત નેવીને સોંપ્યું હતું. તેમણે નવા નેવીના ધ્વજનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે પહેલા આ ધ્વજ પર ગુલામીનું પ્રતીક હતું જેને અમે હટાવી દીધું છે. નવો નેવીનો ધ્વજ શિવાજીને સમર્પિત છે. મોદીએ એરક્રાટ કેરિયરને બનાવનારા એન્જિનિયરોની પ્રશંસા કરતાં કહ્યું કે, આ શીપમાં જેટલા કેબલ અને વાયર છે તે કોચીથી કાશી સુધી પહોંચી શકે છે. આઇએનએસ વિક્રાંત માત્ર વોરશિપ નથી, સમુદ્રમાં તરતું શહેર છે. 

વડાપ્રધાન મોદી સવારે ૯.૩૦ કલાકે કોચી સ્થિત કોચીન શિપયાર્ડ લિમિટેડમાં પહોંચ્યા હતાં. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઇ વિજયન હાજર રહ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ભારત માટે ગર્વની તક છે. આ ભારતની પ્રતિભાનું ઉદાહરણ છે. આ સશક્ત ભારતની શક્તિશાળી તસવીર છે. આ અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે. આ વાત એ બાબતની સાબિતી આપે છે કે જો દ્ઢ સંકલ્પ હોય તો કંઇપણ અશક્ય નથી. આપણે આજે નવા સૂર્યના ઉદયના સાક્ષી બની રહ્યાં છીએ. એમાં જેટલી વીજળી પેદા થઇ રહી છે એનાથી ૫ હજાર ઘરને વીજળી આપી શકાય છે. એ બે ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલી છે. મોદીએ કહ્યું કે વિક્રાંત વિશાળ છે, એ ખાસ બાબત છે કે તે ગૌરવમય છે. તે માત્ર વોરશિપ નથી. તે ૨૧મી સદીના ભારતના કઠિન પરિશ્રમ, કુશળતા અને કર્મઠતાનો પુરાવો છે. ભારત એ દેશોની યાદીમાં સામેલ થયો છે જે પોતાની ટેક્નિકથી આવું મોટું જહાજ બનાવી શકે છે. આજે વિક્રાંતે ભારતીયોને નવા ભરોસાથી ભરી દીધા છે.

વિક્રાંત ૪૦ હજાર ટન વજનવાળુ વિમાન વાહક જહાજ છે. વિશ્ર્વમાં માત્ર અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સની પાસે જ ૪૦ હજાર અને એનાથી વધુ વજનવાળુ વિમાનવાહક જહાજનું નિર્માણ કરવાની ક્ષમતા છે. ૨૦૧૭માં આઇએનએસ વિરાટના રિટાયર્ડ થયા પછી ભારતની પાસે માત્ર એક જ વિમાન વાહક જહાજ આઇએનએસ વિક્રમાદિત્ય છે.

૨૦૦૯માં આઇએનએસ વિક્રાંત એટલે કે યુદ્ઘ જહાજનું પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્શન શ‚ થયું. ૨૦૧૧ની ૨૯ ઓગસ્ટે વિક્રાંત ડ્રાય ડોકમાંથી બહાર આવ્યું. એટલે કે તેનો ઢાંચો બનીને તૈયાર થયો. ૧૨ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ તેને લોન્ચ કરવામાં આવ્યું અને ડિસેમ્બર ૨૦૨૦માં બેસિન ટ્રાયલ્સ પુરા થયા. ૨૦૨૧ની ૪ ઓગસ્ટે તેને પ્રથમ વખત સમુદ્રમાં ઉતારવામાં આવ્યું અને જુલાઇ ૨૦૨૨ સુધી તેના સી ટ્રાયલ્સ થયા. ૨૦૨૨ની ૨જી સપ્ટેમ્બરે આઇએનએસ વિક્રાંતને ભારતીય નેવીને સોંપવામાં આવ્યું. તેને સંપૂર્ણ રીતે ઓપરેશનલ થવામાં જૂન ૨૦૨૩ સુધીનો સમય લાગશે.

ઇન્ડિયન નેવીને આજે નવો ધ્વજ મળ્યો હતો. તેમાં પહેલા ક્રોસનું નિશાન હતું. તેને હટાવી દેવામાં આવ્યું છે. હવે ડાબી તરફ તિરંગો અને જમણી તરફ અશોક ચક્રનું ચિહ્ન છે. તેની સાથે નીચે લખવામાં આવ્યું છે ‘શં નો વ‚ણ:’ એટલે કે વ‚ણ આપણા માટે શુભ રહે. ૨૫ વર્ષ પછી આઇએનએસ વિક્રાંતનો પુન:જન્મ ૩૧ જાન્યુઆરી, ૧૯૯૭ના રોજ નેવીમાંથી આઇએનએસ વિક્રાંતને રિટાયર્ડ કરવામાં આવ્યું હતું. હવે લગભગ ૨૫ વર્ષ પછી એક વખત ફરીથી આઇએનએસ વિક્રાંતનો પુન:જન્મ થયો છે. ૧૯૭૧ના યુદ્ઘમાં આઇએનએસ વિક્રાંતે તેના સીહોક ફાઇટર વિમાનોથી બાંગ્લાદેશના ચિટગાંવ, કોક્સ બજાર અને ખુલનામાં દુશ્મનના ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

આઇએનએસ વિક્રાંત દેશમાં બનેલું સૌથી મોટું યુદ્ઘ જહાજ છે. આ એરક્રાટ કેરિયર ૨૦ મિગ-૨૯ ફાઇટર જેટ્સને લઇ જવામાં સક્ષમ છે. તેનો ખર્ચ લગભગ ‚. ૨૦૦૦૦ કરોડ છે. તેની લંબાઇ ૨૬૨ મીટર અને પહોળાઇ ૬૨ મીટર છે. તે ૨૮ સમુદ્રી મીલથી લઇને ૭૫૦ સમુદ્રી મીલ સુધીનું અંતર કાપી શકે છે. આ વિમાનવાહક જહાજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here