હૈદરાબાદ રાજ્યની મુક્તિના ૭૫મી વર્ષગાંઠ પર આખું વર્ષ ઉજવણી કરવાની કેન્દ્રની જાહેરાત

 

હૈદરાબાદ: કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હૈદરાબાદ રાજ્યની મુક્તિમના ૭૫મી વર્ષગાંઠ પર સમગ્ર વર્ષ દરમિયાન ઊજવણી કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ ૧૪ સપ્ટેમ્બરના રોજ ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. રેડ્ડીએ આ સંબંધમાં તેલંગણા, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓને પત્ર લખીને તેમને હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં આયોજીત થનારા ઉદ્ઘાટન સમારંભ માટે આમંત્રિત કર્યા છે.

ત્રણ સપ્ટેમ્બરના રોજ લખેલા પત્રમાં કહ્યું છે કે, મને આપને જણાવતા ખુશી થાય છે કે, અલગ અલગ પાસાઓ પર વિચાર કર્યા બાદ ભારત સરકારે હૈદરાબાદ રાજ્ય મુક્તિની ૭૫મી વર્ષગાંઠ મનાવવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે તેને ધ્યાનમાં રાખીને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી વર્ષભર ચાલનારા કાર્યક્રમોનું આયોજનને મંજૂરી આપી દીધી છે.

રેડ્ડીએ ત્રણ મુખ્યમંત્રીઓ કે. ચંદ્રશેખર રાવ (તેંલગણા), બસવરાજ બોમ્મઈ (કર્ણાટક) અને એકનાથ શિંદે (મહારાષ્ટ્ર)ને પણ અનુરોધ કર્યો છે કે, તે પોતાના રાજ્યોમાં ઉદ્ઘાટન દિવસ મનાવવા માટે યોગ્ય કાર્યક્રમોનું આયોજન કરે. તેમણે લખેલા ત્રણેય મુખ્યમંત્રીને પત્રમાં આખા વર્ષના કાર્યક્રમોની રૂપરેખા અને આ યોજનાને ભારત સરકાર સાથે શેર કરવા જણાવ્યું છે, જેથી વર્ષ ભર ચાલનારા કાર્યક્રમોનું આયોજન બનાવામાં સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવી શકાય. હૈદરાબાદ રાજ્ય નિઝામ શાસનના અધિન હતું અને પોલીસે ભારતમાં તેનું વિલય કરાવવા માટે ઓપરેશન પોલો નામથી અભિયાન ચલાવ્યું હતું. જે ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ સમાપ્ત થયું હતું. 

સિકંદરાબાદથી સાંસદ રેડ્ડીએ બાદમાં ટ્વિટ કરીને ઉદ્ઘાટન કાર્યક્રમ સંસ્કૃતિ મંત્રાલયના આધિનમાં આયોજીત કરવામાં આવશે. આ સમારંભ વલ્લભભાઈ પટેલ અને એ તમામ લોકો માટે એક યોગ્ય શ્રદ્ધાંજલિ હશે, જેમણે મુક્તિ સંગ્રામ દરમિયાન બલિદાન અને યોગદાન કર્યું. ભારત ૧૯૪૭માં સ્વતંત્ર થયો, તો ૫૬૨ રજવાડાએ ભારતીય સંઘમાં વિલયની ઘોષણા કરી, તત્કાલિન હૈદરાબાદ રાજ્ય તરફથી તેનો વિરોધ થયો હતો. ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ભારતને અંગ્રેજોથી આઝાદી મળ્યાને એક વર્ષથી વધારે સમય થઈ ગયો હતો. તત્કાલિન હૈદરાબાદ રાજ્ય, જેમાં સમગ્ર આખુ તેલંગણા રાજ્ય અને મહારાષ્ટ્ર તથા કર્ણાટકનો અમુક ભાગ હતો, જે નિઝામના શાસનની ક્રૂરતા અને અત્યારથી આઝાદી મળી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here