પીએનબી કૌભાંડ – 6 દેશોમાં નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરાશે – કોર્ટનો આદેશ

0
786
The logo of Punjab National Bank is seen outside of a branch of the bank in the City of London financial district in London September 4, 2017. REUTERS/Toby Melville/Files
IANS

 

પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની હોંગ કોંગ, અમેરિકા, બ્રિટન , આરબ અમીરાત , દક્ષિણ આફ્રિકા અને સિંગાપુરમાં આવેલી માલ- મિલકત જપ્ત કરવાના આદેશો વિશેષ અદાલત દ્વારા કરવામાં આવ્યા હતા. નીરવ મોદી બનાવટી લેટર ઓફ અંડર ટેકિંગ મેળવીને  પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે બેન્ક દ્વારા ઘટસ્ફોટ કરાયો તે દરમિયાન આરોપી નીરવ મોદી અને ગીતાંજલિ જેમ્સના માલિક નીરવ મોદીના મામા મેહુલ ચોકસી તેમજ તેમના પરિવારજને ભારતમાંથી વિદેશ ફરાર થઈ ચૂક્યા હતા. કેટલાક લોકો આ અંગે એવી ટિપ્પણીઓ પણ કરે છેકે આ કૃત્ય પાછળ સંડોવાયેલા લોકોને જાણીબુઝીને અહીંથી પલાયન થવા માટેની તક અને સમય આપવામાં આવ્યો હતો. આ અંગેની જવાબદારી સ્વીકારવા માટે કોઈ જ વહીવટીતંત્ર આગળ ના આવે, એ બાબત સ્પષ્ટતા કરવા કોઈ કાર્યવાહી ના થાય એ લાપરવાહી શું પુરવાર કરે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here