પાકિસ્તાનમાં પ્રથમ વખત હિન્દુ મહિલા સંસદની ચૂંટણી લડશે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં આગામી લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં એક હિન્દુ મહિલા ડોક્ટરની ભારે ચર્ચા છે. ડો. સવીરા પરકાશ નામની હિન્દુ યુવતી પીપીપીની ટિકિટ પર ચૂંટણી લડવા જઇ રહી છે. ખૈબર પ્રાંતમાંથી તે ચૂંટણી લડવા જઇ રહી છે. જે માટે તેણે ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. ડો. સવીરા પરકાશ પ્રથમ હિન્દુ મહિલા છે કે જે ખૈબર પ્રાંતના બુનેર બેઠક પર લોકસભાની ચૂંટણી લડવા જઇ રહી છે. પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ચૂંટણી યોજાવા જઇ રહી છે. સવીરા પરકાશે પીકે-૨૫ જનરલ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. હાલમાં જે આ જિલ્લાની પીપીપી પાર્ટીની જનરલ સેક્રેટરી છે. ૨૦૨૨માં સવીરાએ અબોટાબાદ ઇન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. સવીરાએ જણાવ્યું હતું કે મે સરકારી હોસ્પિટલોમાં કામ કર્યું જે દરમિયાન હોસ્પિટલોની દયનીય સ્થિતિ જોઇને મને લાગ્યું કે આ સ્થિતિને બદલવા માટે ચૂંટણી લડવી જરૂરી છે કે જેથી હું સત્તા મેળવીને કોઇ નિર્ણય લઇ શકું. સવીરા બુનેર જિલ્લામાંથી ચૂંટણી લડનારી પ્રથમ મહિલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here