કેનેડામાં માઈનસ 40 ડિગ્રી તાપમાનઃ દિલ્હીમાં ધુમ્મસથી વિમાનો-ટ્રેનોને અસર

નવી દિલ્હી ભારતમાં એવા કેટલાક રાજ્યો છે કે જ્યા તાપમાન શુન્યથી નીચે આવી જાય છે, પરંતુ વિશ્વમાં કેટલીક એવી પણ જગ્યા છે કે જ્યા સૌથી વધારે ઠંડી પડે છે. તાપમાન – 50 સુધી નીચે આવી જાય છે. છતા પણ ત્યાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે.
સૌથી ઠંડા દેશોની વાત કરીએ તો રશિયા, કેનેડા, મંગોલિયા, આઈસલેન્ડ, ગ્રીનલેન્ડ અને ફિનલેન્ડના નામ મોખરે છે. અહીં ઠંડીના દિવસોમાં સામાન્ય તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહે છે, પરંતુ કેટલીકવાર આ પારો ગગડીને 30 થી 40 સુધી આવી જાય છે. ગ્રીનલેન્ડ તો ચારેય બાજુથી સમુદ્રને ઘેરાયલ છે, અહીં ચારેય બાજુ તમને બરફ જ જોવા મળશે. કેનેડામાં માઈનસ 40 ડિગ્રી સુધી તાપમાન પહોચી જાય છે.
કેનેડામાં કેટલીયવાર તાપમાન માઈનસ 30-40 વચ્ચે પહોચી જાય છે અને તેની સાથે ઠંડી હવા આવતી હોય છે. આ સાથે મિનિટોમાં ચામડી પણ જામી જાય છે. ગ્રામિણ િવસ્તારોમાં અગ્નિનો ઉપયોગ કરવો પડતો હોય છે. પાણીની લાઈનો જામી જાય છે. પછી તેને હેયર ડ્રાયરથી પીગળાવવામા આવે છે. પાણી ન મળે ત્યારે ટોઈલેટનો ઉપયોગ નથી કરી શકતા. ડોલમાં થોડુ પાણી લઈને જવુ પડતું હોય છે. ચારેય બાજુ બરફનું તોફાન ચાલતુ હોય છે. એટલા માટે કોઈ મિત્રોના ઘરે પણ નથી જઈ શકતા. કાર પણ સ્ટાર્ટ નથી થતી, કારણ કે બેટરી લગભગ જામી જાય છે. કેટલીકવાર તો તેને ગરમ કરવા માટે ઘરની અંદર લાવીને બ્લોક હીટરથી ગરમ કરવી પડતી હોય છે.
ભારતમાં શ્રીનગર, કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રાતના લઘુતમ તાપમાનમાં ઘટાડો ચાલુ છે. બીજી તરફ સવારે ગાઢ ધુમ્મસને કારણે જીવન ઠપ ગઇ ગયું હતું તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઉનાળાના પાટનગર શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે એક દિવસ પહેલા માઇનસ ૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં લઘુતમ તાપમાન માઇનસ ૪.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. એક દિવસ પહેલા અહીં લઘુતમ તાપમાન માઇનસ ૪.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
દેશની રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે સિઝનના સરેરાશ તાપમાનથી ત્રણ ડિગ્રી વધુ છે. દિલ્હીમાં પણ સવારે ગાઢ ધુમ્મસ છવાઇ જવાને કારણે ફલાઇટ અને ટ્રેનોની અવરજવરને અસર થઇ હતી. એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અને ઓછી દ્રશ્યતાને કારણે ૩૦ ફલાઇટના સમયમાં વિલંબ થયો હતો. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણ થી ચાર દિવસ ગાઢ ધુમ્મસનું પ્રમાણ યથાવત રહેશે. ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં ગાઢ ધુમ્મસનું પ્રમાણ યથાવત રહેશે. પંજાબ અને હરિયાણામાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલુ હતું.
આ દરમિયાન હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે લોકોના આરોગ્ય પર વિપરિત અસર પડી શકે છે. ગાઢ ધુમ્મસમાં પાર્ટિકુલેટ મેટર અને બીજા પ્રદૂષક તત્ત્વ હોય છે. આ તત્ત્વો ફેફસામાં જમા થવાનો ખતરો રહે છે. જેના કારણે ફેફસાની ક્ષમતા ઘટી જાય છે. જેના કારણે ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ પેદા થાય છે. આંખોમાં બળતરા થાય છે અને સંક્રમણનો ખતરો રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here