પાકિસ્તાનમાં કેદ ભોગવતા કુલભૂષણ જાધવની ફાંસી પર પ્રતિબંધ ,ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(આઈસીજે) 17 જુલાઈના બુધવારે આપ્યો ચુકાદો… 

0
990

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ બાજ કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતે પોતાનો ચુકાદો સંભળાવી દીધો હતો.કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી, જેનો વિરોધ કરતી અરજી ભારત દ્વારા કરવામાં આવી હતી. . તે અંગેનો ચુકાદો આજે જાહેર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતની તરફેણમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો.કુલ 16 જજમાંથી 15 જજ ભારતના પક્ષમાં હતા, જયારે માત્ર એક જજે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. કુલભૂષણને પાકિસ્તાન સ્થિત ભારતના રાજદૂતને મળવાની પરવાનગી આપવામાં આવશે.આંતરરાષ્ટ્રીય અદાલતે જણાવ્યું હતું કે, પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંધન કર્યું છે. પાકિસ્તાન ચુકાદા પર ફરી વિચારણા કરે. નેધરલેન્ડમાં ભારતના રાજદૂત વેણુ રાજામૌની અને વિદેશ મંત્ર્યાલયના સંયુક્ત સચિવ દીપક મિત્તલ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here