ઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા – 7 ઈરાની સૈનિકોનાં મૃત્યુ

0
848
Israeli Prime Minister Benjamin Netanyahu speaks during the Muni World 2018 conference in Tel Aviv, Israel February 14, 2018. REUTERS/Nir Elias

અમેરિકાએ 3 વરસ અગાઉ ઈરાન સાથે પરમાણુ કરાર કર્યા હતા. તાજેતરમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા આ કરારથી અલગ થઈ ગયું હોવાની જાહેરાત કરી હતી. એ સાથે જ તેમણે ઈરાન પર ફરીથી આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી.  પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી આ જાહેરાતના એક કલાક બાદ ઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ટેલિવિઝન પર આપેલા પ્રવચનમાં અમેરિકાવના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન વિષયક વિદેશ નીતિના ખૂબ વખાણ કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેની ન્યુ ક્લિયર ડીલમાંથી હટી ગયા એ નિર્ણયની તેમણે પ્રશંસા કરીને ખુશી વ્યક્ત કરી હતી.

ઈઝરાયલના વડાપ્રધાન  નેતન્યાહુએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ઈરાન સીરિયાના લશ્કરનો લેથલ શસ્ત્રો મોકલતું રહ્યું છે. જેથી તેનો ઉપયોગ ઈઝરાયલ પર હવાઈ હુમલા કરવામાં થઈ શકે. અમારી સરહદની ભીતર , અમારી માલિકીના વિસ્તારમાં કરવામાં આવતા કોઈ પણ હુમલાનો .યોગ્ય જવાબ આપવા માટે અમે સજ્જ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here