ભાજપ પોતાના કાર્યકરોને પક્ષની વિચારધારાની ટ્રેનિંગ આપી રહ્યું છે. ….

0
943

 

         ભાજપ દ્વારા પોતાના કાર્યકરોને પક્ષની વિચારધારા અને આચારસંહિતાની તાલીમ આપવામાં આવી રહી છે…પક્ષના કાર્યકરો માટો યોજવામાં આવેલી ખાસ તાલીમ શિબિરમાં ભાજપે પોતાના કેડરને પક્ષની વિચારધારાથી વિપરીત વર્તન કરનારને ગંભીર પરિણામ ઓગવવાની આકરી ચેતવણી આપી હતી. આ ટ્રેનિંગ કેમ્પમાં કાર્યકરોને એવી શિખામણ આપવામાં આવી રહી છેકે, પક્ષની મૂળભૂત વિચારધારા વિરુધ્ધ વર્તન કરનારને તેમના પદ પરથી હટાવી પણ શકાય છે. સંઘના શિક્ષક આ માટે અન્ય કોઈનું નહિ, પરંત ભાજપના પિતામહ ગણાતા લાલકૃણ અડવાણીનું ઉદાહરણ આપી રહ્યા છે. 2005માં પાકિસ્તાનના સ્થાપક મહંમદ અલી જીણાને સેકયુલર તરીકે ઓળખાવનારા અડવાણીજીને પક્ષના અધ્યક્ષપદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ભાજપના ઉપાધ્યક્ષ જે. પી. રાઠોડે આ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાંં જણાવ્યું હતું કે, પક્ષનો કોઈ પણ કાર્યકર, પક્ષની કોઈ પણ વ્યક્તિ પક્ષની વિચારધારાથી ઉપર નથી. 2005માં પાકિસતાનની મુલાકાત દરમિયાન એલ, કે. અડવાણીએ મહંમદ અલી જીણાની મઝારની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે જીણાને સેક્યુલર અને હિન્દુ- મુસ્લિમ એકતાના દૂત ગણાવ્યા હતા. આવું  વિવાદાસ્પદ વિધાન કરવા બદલ અડવાણીજીને ભાજપનું અધ્યક્ષપદ છોડવાની ફરજ પડી હતી. અગાઉ અડવાણીજીને કટ્ટર હિંદુવાદી નેતા ગણવામાં આવતા હતાપરંતુ પાકિસ્તાનમાં જઈને જીણાની પ્રશંસા કરવા ને કારણે તેમની રાષ્ટ્રીય પ્રતિભાને ઝાંખપ લાગી હતી. કાર્યકરોને બીજું ઉદાહરણ ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહનું આપવામાં આવ્યું હતું. 2009માં સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાતને પગલે તેમને ભાજપ છોડીને બહાર જવું પડ્યું હતું. 2014માં તેઓ ફરીથી ભાજપમાં પાછા આવ્યા હતા.ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા આજે કઈ રાજકીય તખ્તા પર દેખાતા નથી. આવા તો અનેક ઉદાહરણો રાઠોડે કાર્યકરોને આપ્યાં હતા.