નાટો દળો રશિયન દળો સાથે અથડાશે તો વિશ્વ વિનાશ સર્જાશેઃ પુતિન

 

આસ્તાનાઃ કાઝાખસ્તાનનાં પાટનગર આસ્તાનામાં પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્નાં હતું કે, કોઇપણ સંયોગોમાં રશિયન આર્મી સાથેનો (નાટો) દળોનો સીધો સંપર્ક કે અથડામણ ઍક ભયાવહ પરિસ્થિતિ ઉપસ્થિત કરશે અને તે વિશ્વ વિનાશ તરફ લઇ જશે. હું આશા રાખું છું કે જેઓ આમ કહી રહ્ના છે, તેઓ આવું કોઈ પગલું નહીં ભરવાનું સમજી શકે તેટલા તો બુદ્ધિશાળી હશે જ. આ પૂર્વે પણ પુતિને ચેતવણી ઉચ્ચારી હતી કે રશિયન પ્રદેશના સંરક્ષણ માટે તેઓ પરમાણુ શસ્ત્રોનો પણ ઉપયોગ કરતાં અચકાશે નહીં. આ વિધાનો તેઓઍ યુક્રેનના ચાર પ્રાંતોને ગયા મહિને કબજો મેળવ્યા સંદર્ભે કર્યા હતા. જે પગલું યુનોઍ વખોડી કાઢ્યું હતું. આ પૂર્વે પણ અમેરિકાના પ્રમુખ જો બાયડને તેમના વક્તવ્યમાં કહ્નાં હતું કે દિવંગત પ્રમુખ કેનેડીના સમય પછી આપણે આવી યુદ્ધ ઉત્સુકતા હજી સુધી જોઈ નથી. મેનહટનમાં ચૂંટણી ફંડ ઉભું કરવાનાં અભિયાન દરમિયાન નિકટવર્તીઓના ઍક જૂથને સંબોધતા તેઓઍ કહ્નાં હતું કે હું તો વિચારી રહ્ના છું કે પુતિનને માર્ગ ચૂકવા માટેનું કારણ શું છે? અને તેમાંથી તેઓ બહાર પણ કઇ રીતે નીકળી શકશે? તેઓ તેથી માત્ર પ્રતિષ્ઠા જ નહીં ગુમાવે, પરંતુ રશિયામાં તેમની સત્તા પણ ગુમાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here