પાકિસ્તાનનું પરમાણુ શસ્ત્રો ઉપર નિયંત્રણ નથીઃ અમેરિકા રાષ્ટ્રપતિ બાઈડેન

 

અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. તેમના નિવેદનથી પરમાણુ હથિયારોનો સંગ્રહ કરી રહેલા પાકિસ્તાનની પોલ ફરી ઍકવાર ખુલ્લી પડી ગઇ છે. ઍક ફંડ રેઇઝર ઇવેન્ટમાં બાઇડેને કહ્નાં હતું કે પાકિસ્તાન વિશ્વનો ખતરનાક દેશ છે જેની પાસે કોઇપણ તાલમેલ વગર પરમાણુ હથિયાર છે. બાઇડેનના નિવેદન પર પાકિસ્તાનીઓ ભડક્યાં છે અને ખાસ કરીને ઇમરાન ખાનના સમર્થકો તેના પર નારાજગી વ્યકત કરી રહ્નાં છે. પાકિસ્તાન પાસે હાલમાં લગભગ ૧૬૫ પરમાણુ હથિયારો છે, પરંતુ તે તેમની સંખ્યા સતત વધારી રહ્નાં છે. બુલેટિન ઓફ ઍટોમિક સાયન્ટિસ્ટના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો પાકિસ્તાન આ ઝડપે પરમાણુ બોમ્બ બનાવવાનું ચાલુ રાખશે. તો વર્ષ ૨૦૨૫ સુધીમાં તેની પાસે લગભગ ૨૦૦ પરમાણુ બોમ્બ હશે. બાઇડેને ઍક કાર્યક્રમમાં કહ્નાં, આજે વિશ્વ સંપૂર્ણપણે અલગ છે. શું તમારાથી કોઇઍ કયાંરેય વિચાર્યુ છે કે કયુબન મિસાઇલ કટોકટી પછી ત્યાં કોઇ રશિયન નેતા હશે જે પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી આપશે. શું કોઇઍ વિચાર્યુ હતું કે આપણે ઍવી પરિસ્થિતિમાં હોઇશું કે જયાં ચીન, રશિયા, ભારત અને પાકિસ્તાનના સંબંધમાં તેની ભૂમિકા શોધવાનો પ્રયાસ કરી રહ્નાં છે. મેં શી જિનપિંગ સાથે વિશ્વના કોઇપણ અન્ય વ્યકિત (રાષ્ટ્રધ્યક્ષ) કરતાં વધુ સમય વિતાવ્યો છે. મેં તેમની સાથે ૭૮ કલાકથી વધુ સમય વિતાવ્યો, જેમાંથી ૬૮ વ્યકિતગત રીતે છેલ્લા ૧૦ વર્ષમાં હતા. બરાકે મને આ કામ સોંપ્યું. મેં તેમની સાથે ૧૭ હજાર માઇલનો પ્રવાસ કર્યો. તે ઍક ઍવા વ્યકિત છે કે તે જાણે છે તેમને શું જોઇઍ છે. પાકિસ્તાન દુનિયાના સૌથી ખતરનાક દેશોમાંથી ઍક છે જેની પાસે કોઇપણ તાલમેલ વિના પરમાણુ હથિયારો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here