ધો. ૬થી ૮ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ

ગીતાજયંતીના દિવસે જ શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે હવે ધોરણ ૬ થી ૮ના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યુ છે. શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેમના ગુજરાતી ભાષાંતરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૬ થી ૮ ધોરણ સુધી સરળ વિચારો પ્રાપ્ત થાય એ માટે આ પુસ્તકનું વિમોચન કરાયું છે. આ પુસ્તકનો લાભ સાયન્સના વિદ્યાર્થીઓ પણ લઇ શકશે. ૬થી ૮ ધોરણમાં એની પરીક્ષા પણ લેવાશે. ૨૦૨૪ના નવા સત્રથી જ આ પુસ્તકને ભણવા માટે મુકશે.
આજે ગીતાજયંતીના દિવસે જ શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકનો વર્ષ ૨૦૨૪ના નવા સત્રથી અભ્યાસમાં સમાવેશ કરવામાં આવશે. આ પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, ચિત્ર સાથે તૈયાર કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીની હાજરીમાં આ નવા અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આજે શિક્ષણક્ષેત્રે ખુબ જ મહત્વનો દિવસ છે. ગુજરાતમાં પાઠ્યપુસ્તકની અંદર ગીતાના સિદ્ઘાંતો એ ભગવાનની વાણી છે. પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રની અંદર જે ગીતાની વાણી ગવાઇ હતી એના સિદ્ઘાંતો શું છે? આખી દુનિયા એના બેઝ પર આજે આ સિદ્ઘાંતો સ્વીકારી રહી છે. ત્યારે માનવ સમુદાય,પર્યાવરણ, વિશ્વ દરેકને સુખ આપનારો આ ગ્રંથ અને વિચારધારા બંને છે. આ સિલેબસ ખૂબ સરસ છે, અમારા વિભાગના જે અધિકારી મિત્રોએ જે મહેનત કરી છે એ માટે તેમને હું વંદન કરું છું. આ પુસ્તકના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન ઘટશે અને આત્મહત્યાના કેસમાં પણ ઘટાડો થશે. અર્જુન સૌપ્રથમ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો,જેને કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપી ડિપ્રેશનમાંથી બહાર કાઢયો હતો. શ્રીમદ્ ભગવદ ગીતાની પરીક્ષા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે આની પરીક્ષા લેવાશે, પરંતુ એ અમે પરિપત્ર બહાર પાડીશું ત્યારે આ બધી વિગતો હશે. આ જ્ઞાન જીવન જીવવા માટે છે,જે બધાને કામ લાગશે. પછી એ ડોકટર હોય કે એન્જિનિયર, બિઝનેસમેન હોય કે લોયર કેપછી પોલિટિશિયન, દરેકને માટે આ સિદ્ઘાંતો સાથે જ્ઞાન મેળવવું ખૂબ સહેલું બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here