ચોથી વાર રશિયાના પ્રમખ તરીકે ચૂંટાતા વ્લાદિમીર પુતિન

0
911
Russia's President Vladimir Putin speaks during a session of the Valdai Discussion Club in Sochi, Russia October 19, 2017. REUTERS/Alexander Zemlianichenko/Pool
REUTERS

73  ટકાથી વધુ વિક્રમજનક મત પ્રાપ્ત કરીને ઝળહળતી જીત હાંસલ કરનારા વ્લાદિમીર પુતિન ચોથીવાર રશિયાના સર્વસત્તાધીશ પ્રમુખ બન્યા છે. આગામી છ વર્ષ માટે રશિયાના પ્રમુખપદના સૂત્રો સંભાળશે. પ્રમુખપદની આ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષના નેતા એલેક્સી નવાલનીને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ પુતિને ચૂંટણીમાં જવલંત જીત મેળવ્યા બાદ આપેલા વકતવ્યમાં તેઓએ રશિયાની પ્રજાનું જીવનસ્તર ઊંચુ લાવયાનો દાવો કર્યો હતો. તેમણે પોતાના ટેકેદારોને સંબોધતાં કહ્યું હતું કે, આપણી એકતા જાળવીને , આપણે  સહુએ સાથે મળીને આપણી માતૃભૂમિ રશિયાને મહાન દેશ બનાવીશું. પ્રમુખપદની આ ચૂંટણીમાં પુતિનને આશરે 75 ટકા અને તેમના પ્રતિસ્પર્ધી પોવેલ ગુડિનિનને 13-3 ટકા મત મળ્યા હોવાનું આઘારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here