ચીનમાં પાછું સંકટ ?-તાજેતરમાં મળેલા સત્તાવાર માહિતી સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનમાં પ્રથમવાર માણસમાં બર્ડ ફલુ જોવા મળ્યો …

 

                     ચીનના નેશનલ હેલે્થ કમિશને એક 41 વર્ષની ઉંમરના પુરુષમાં બર્ડ ફલુનો સ્ટ્રેન H10N3 સ્ટ્રેન મળ્યાના સમાચારની પુષ્ટિ કરી હતી. નેશનલ હેલ્થ કમિશને આ સ્ટ્રેઈનનો ભોગ બનેલી વ્યક્તિના વિષે વધુ જાણકારી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ સંક્રમણ મરધીમાંથી માણસમાં પહોંચ્યું હોવાનું કહેવામાં આવે છે. આ માણસ ચીનના જિયાંગસ પ્રાંતના જેનજિયાંગ શહેરમાં રહે છે. આ માણસ વિષે હાલના કશી વિશેષ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. જો કે આ સ્ટ્રેઈન વધુ શક્તિશાળી નથી અને તે મોટા સ્તરે ફેલાય એવો ભય પણ બહુ રાખવાની જરૂર નથી. પીડિત વ્યકિતની હાલત સ્થિર છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here