ધર્મપ્રચાર ક્ષેત્રે યોગદાન માટે મુંબઇના ગુજરાતી પત્રકાર જિતુ સોમપુરાને રાષ્ટ્રીય પત્રકાર ભૂષણ એવોર્ડ 

 

નાસિકઃ મુંબઈના વરિષ્ઠ ગુજરાતી પત્રકાર જિતુ સોમપુરાને ધર્મ-ચાર ક્ષેત્રે વિશેષ યોગદાન માટે રાષ્ટ્રીય પત્રકાર ભૂષણ એવોર્ડ’ નાસિકના ‘દર્પણકાર બાલશાસ્ત્રી જાંભેકર પત્રકાર સંઘ’ આયોજિત રાષ્ટ્રીય સેવા ગૌરવ એવોર્ડ વિતરણ સમારોહમાં પ્રદાન કરવામાં આવ્યો. 

નાસિકમાં આયોજિત સંઘના અધ્યક્ષ મહેન્દ્ર દેશપાંડેના નેતૃત્વમાં યોજાયેલા આ સમારોહમાં વિવિધ ક્ષેત્રના પ્રતિભાવંતોને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા. જિતુ સોમપુરાએ પ્રિન્ટ મિડિયામાં “જન્મભૂમિ દૈનિક અને “સુખ શાંતિ સમૃદ્ધિ હિંદી ઈ-પત્રિકા તથા ઈલેક્ટ્રોનિક મિડિયાની વિવિધ ધાર્મિક ચેનલોમાં કામગીરી બજાવી છે. ધાર્મિક ચેનલોના આરંભમાં મહત્ત્વપૂર્ણ યોગદાન દેનારાઓમાં એમનો સમાવેશ થાય છે. તેઓ પત્રકારત્વમાં છેલ્લાં ૪૬ વર્ષથી કાર્યરત છે. 

વર્તમાનમાં તેઓ “સુખ શાંતિ સમૃદ્ધિ હિંદી ઈ-પત્રિકાના સંપાદક છે. તેઓ ગુજરાતનાં ભજનોના ઈતિહાસ અંગેના ૫૦ કલાકના વિડિયો મેગેઝિનના કાર્યકારી નિર્માતા અને દિગ્દર્શક છે. “પીસ ઓફ માઈન્ડ ચેનલ” માટે ૪૫૦થી વધુ પ્રેરક એપિસોડ બનાવ્યા છે, જેમાં બ્રહ્માકુમારી બહેનોની મુલાકાત ઉપરાંત ૨૦૦થી વધુ સાધુ-સંતોની મુલાકાતના અંશો પણ છે. એમણે ચાર ધાર્મિક પુસ્તક લખ્યાં છે. 

જિતુ સોમપુરાએ ત્રણ ગુજરાતી ફિલ્મો અને ત્રણ ગુજરાતી ટીવી સિરિયલ લખી છે, જેમાંની એક ગુજરાતી ફિલ્મ માટે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ પટકથા લેખકનો એવોર્ડ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here