યુક્રેનના શહેરો પર રશિયાના ૩૦થી વધુ મિસાઈલ હુમલા ૩૫ના મોત, પરૂ ઘાયલ 

 

યુકેનઃ રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનમાં ઝડપથી બગડતી પરિસ્થિતિને જોતા યુકેનમાં સ્થિત પોતાના દૂતાવાસને અસ્થાયી ધોરણે પોલેન્ડમાં શિફટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કિવ અને કેટલાક અન્ય મોટા શહેરો પર રશિયાના હૂમલાઓ તેજ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું, યુકેનના પશ્ચિમી ભાગોમાં હુમલા સહિત યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને, અસ્થાયી રૂપે અહીંના ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આગળની સ્થિતિને જોતા આ અંગે ફરીથી નિર્ણય લેવામાં આવશે. 

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સતત ચાલી રહ્યું છે. આમ છતાં બંને દેશો તરફથી હજુ સુધી યુદ્ધવિરામના કોઇ સંકેત દેખાતા નથી. એક તરફ યુકેનના શહેરો પર હુમલા માટે રશિયા પર હુમલો કરવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ યુક્રેન તરફથી તેને જોરદાર પ્રતિકાર પણ મળી રહ્યો છે. યુક્રેનનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં ૧૩,000થી વધુ રશિયન સૈનિકોને માર્યા છે. દરમિયાન, અમેરિકાએ જાહેરાત કરી છે કે તે યુક્રેનને ૨૦ કરોડ ડોલરની સૈન્ય સહાય આપશે. 

આ દરમિયાન, રશિયાએ યુક્રેનના પશ્ચિમ ભાગમાં લીવ શહેરની નજીક એક સૈન્ય મથક પર આઠ મિસાઇલો છોડી છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે અહીં છોડવામાં આવેલી મિસાઇલોની સંખ્યા ૩૦ કરતાં વધુ છે. આ હૂમલામાં ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે અને પ૭ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બીજી બાજુ ઇસાઇ ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસે કહ્યું કે યુકેનમાં કતલનો આ માહોલ બંધ થવો જોઇએ. રશિયાએ પશ્ચિમી યુકેનના ઇવાનો-ફેકિલ્ક એરપોર્ટ પર મિસાઇલ વડે હૂમલો કર્યો છે. 

ન્યુયોર્ક ટાઇમ્સના પત્રકારનું યુક્રેનની રાજધાની કિવમાં મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલો અનુસાર, વીડિયો જર્નાલિસ્ટ બ્રેન્ડટ રેનોડ (૫૧)એ સમયે ગોળી વાગી હતી, જયારે રશિયન દળોએ ઇરપિન પાસે એક કાર પર ગોળીબાર કર્યો હતો. તેમની સાથે રહેલા અન્ય એક પત્રકાર ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. યુક્રેનની રાજધાની કિવ નજીક રપિનમાં રશિયા દળો દ્વારા ગોળીબારમાં જીવ ગુમાવનાર બ્રેન્ટ રેનોડ એક એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા છે. તેમનું કાર્ય ધ ન્યુયોર્ક ટાઇમ્સ અને અન્ય ફોરમમાં પણ દર્શાવવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૫૧ વર્ષીય રેનોડ ઇરપિનમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને રશિયન દળોએ ગોળી મારી હતી. તેમને ગળામાં ગોળી વાગી હતી. આ દરમિયાન અન્ય એક અમેરિકન ફોટોગ્રાફર જુઆન એરેડોન્ડો ઘાયલ થયા હતા. પીબીએસ ન્યુઝ અવરની રિપોર્ટર જૈન ફર્ગ્યુસને ટિવટમાં લખ્યું છે કે અમેરિકાને કહો, દુનિયાને કહો કે તેઓએ એક પત્રકાર સાથે શું કર્યું છે. આ ઘટના વખતે જેન પણ ત્યાં હાજર હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here