મહામારી પછી ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ‘બિઝનેસ ફેર’નું ભવ્ય આયોજન

 

રાજકોટઃ ૧૧ મહિનાથી ચાલી રહેલ કોરોના મહામારી બાદ ધીરે ધીરે જનજીવન અને ઉદ્યોગ વ્યાપાર થાળે પડી રહ્યા છે. વેપાર-ધંધો વિકસાવવા માટે અને ખાસ કરીને આયાત નિકાસનો વ્યાપાર પરદેશમાં વિકસાવવા માટે ‘બિઝનેસ એક્ઝીબિશન’ મોટો ભાગ ભજવતું હોય છે. માર્કેટિંગ માટે વિદેશ જવાની બદલે આવા ફેરમાં ઘર આંગણે અલગ અલગ દેશના વ્યાપારીઓ આવી તમારી પ્રોડક્ટ પસંદ પડે તો ઓર્ડર આપતા હોય છે. મોટા ભાગે આ પ્રકારે થતાં બિઝનેસ ટાઈ-અપ વર્ષો સુધી ચાલતા હોય છે.

સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મંડળ (લ્સ્શ્પ્) દ્વારા રાજકોટસ્થિત તારીખ ૧૯-૨૧ માર્ચના ઌલ્સ્શ્પ્ ૨૦૨૧ ઇન્ટરનેશનલ ટ્રેડ શો’ એક મેગા સ્કેલ બિઝનેસ એક્ૃસ્પોનું આયોજન એન.એસ.આઇ.સી. ગ્રાઉન્ડ, આજી વસાહત, ૮૦ ફૂટ રોડ, રાજકોટસ્થિત કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા પાંચ ડોમ ઊભા કરી આ ફેરનું ભવ્યાતિભવ્ય સેટ અપ થનાર છે. કોરોનાને લગતા તમામ સોશિયલ ડિસ્ટન્સ નોર્મ્સના એસ.ઓ.પી. ફોલો કરવામાં આવશે. લ્સ્શ્પ્ દ્વારા છેલ્લા આઠ વર્ષથી દર વર્ષે આ ફેરનું આયોજન કરવામાં આવે છે.

આ ફેરમાં મુખ્યત્ત્વે આફ્રિકા અને યુરોપના દેશોમાંથી સો થી વધુ બિઝનેસ ડેલિગેટ્સ આવનાર છે. આ પૈકી ૫૩ વેપારીઓએ અત્યાર સુધીમાં એમ્બેસીને વિઝા એપ્લિકેશન પણ કરી દીધેલ છે. આ વેપારીઓ અમેરિકા, ઇંગ્લેન્ડ, નાઇજીરીયા, સિંગાપુર, સુદાન, તાંઝાનિયા, કેન્યા, સેનેગલ, માલી, મલાવી, યુગાન્ડા, મડાગાસ્કર, ઘાના, ટોગો, બુર્કિના ફાસો, આઇવરી કોસ્ટ વગેરે દેશોમાંથી આવી રહેલ છે. દરેક વિદેશી વ્યાપારીઓ તારીખ ૧૯ થી ૨૩ એમ પાંચ દિવસ સુધી રોકાનાર છે. ત્રણ દિવસના ફેર પછી બે દિવસ તેઓ ફેકટરી વિઝિટ તથા પર્સનલ મિટિંગના આયોજન સાથે આવી રહેલ છે. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન પણ આ કાર્યક્રમમાં રસ લઈ રહ્યા છે અને તેઓની ટીમ પણ ઇવેન્ટ દરમ્યાન મુલાકાત લેશે.

ગયા વર્ષના એક્ઝિબિશનમાં વિદેશી અને ભારતીય વ્યાપારીઓએ બહોળો પ્રતિસાદ આપેલ. બ્રિટિશ હાઈ કમિશનર પણ કાર્યક્રમમાં હાજર રહેલ. હાર્ડવેર આઈટમ, ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ, એલ.ઇ.ડી. લાઈટ, કોમ્પુટર હાર્ડવેર, સોફ્ટવેર, ખાદ્ય પદાર્થો, ટેકસટાઇલ, ખેતીના સાધનો, ખેત પેદાશો, સિરામિક, ટાઇલ્સ, મિકેનિકલ પ્રોડક્ટ્સ વગેરે અનેક વસ્તુઓમાં વ્યાપારી સંધિઓ અત્યાર સુધીમાં લ્સ્શ્પ્ના માધ્યમથી શક્ય બનેલ છે. ખરેખર તો આ વખતે ચાઇનાના માલને ઘણા દેશમાં જાકારો મળ્યો છે તેને લીધે વ્યાપારીઓ ભારતીય માલ ખરીદવા અને કાયમી સંધી કરવા ઉત્સુક છે. 

આ ઇવેન્ટને રાજકોટની જ્યોતિ સી.એન.સી. અને દિલ્હી બેઝડ હરબિક્યોર કંપનીઓ દ્વારા સ્પોનસર કરવામાં આવેલ છે. આ એકઝીબિશનમાં ગુજરાતની વિવિધ કંપનીઓ તેમજ દિલ્હી, યુ.પી. વગેરેની કંપનીઓ પણ ભાગ લેવા આવનાર છે. લ્સ્શ્પ્ પાસે એક હજારથી વધુ વિદેશી વેપારીઓનો ડેટાબેઝ છે જેઓ ભારત સાથે બિઝનેસ કરવા ઉત્સુક છે. તમામ સ્ટોલ હોલ્ડર્સને આ વિદેશી વેપારીઓના નંબર, ઇમેઇલ એડ્રેસ વગેરે માહિતી સુપ્રત કરવામાં આવશે, જેના દ્વારા વેપારીઓ તેમનો સંપર્ક કરી શકે. વધુ માહિતી મેળવવા માટે ૯૪૨૬૨૫૪૬૧૧ ઉપર સંપર્ક કરવો. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here