દિવાળી બાદ કોલેજો અને ધોરણ ૯-૧૨ની શાળાઓ શરૂ કરવા સરકાર મક્કમ

 

ગાંધીનગરઃ દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ પ્રાથમિક સ્કૂલો ખોલવામાં આવશે કે નહિ તે નક્કી નથી. દિવાળીના વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ ૯ થી ૧૨નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી શકે છે. અંગે અધિકારીઓને એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી દેવાઈ છે. આરોગ્ય વિભાગના માર્ગદર્શન બાદ જ નિર્ણય લેવામાં આવશે. 

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, બુધવારે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટમાં ધોરણ ૯ થી ૧૨ અને કોલેજની દિવાળી બાદ શરૂ કરવા અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. વાઈસ ચાન્સેલર, મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ સાથે બેસીને આગળનો વિચાર કરવામાં આવશે. જ્યારે શિક્ષણ કાર્યની શરૂઆત કરવી તેનો નિર્ણય ઉચ્ચ કક્ષાની મિટિંગમાં કરવામાં આવશે. તેઓએ મહત્ત્વની માહિતી આપતા કહ્યું કે, ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here