અમદાવાદ ‘સી પ્લેન’ પ્રથમ ગ્રાસે મક્ષિકા

 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૧મી ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  સી પ્લેન સેવા શરૂ થયાના ત્રીજા દિવસે સોમવારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની સવારની પહેલી ફ્લાઇટ ફુલ થઇ ગઇ હતી. સવારે ઉપડેલી ફ્લાઇટમાં ૧૫ લોકો ૧૫૯૦ની ટિકિટ લઇ સી પ્લેનમાં કેવડિયા પહોંચ્યા હતા. જો કે સી પ્લેનની ટિકિટ બુકિંગ અને ફ્લાઇટ અનશિડ્યૂલ હોવાના કારણે લોકોને ખુબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. લોકો સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ ખાતે ટિકિટ લેવા આવવું પડે છે. જે લોકો ઓનલાઇ ટિકિટ બુક કરાવવી હતી. તેમની રિકવેસ્ટ એકસેપ્ટ કરી લેવાય છે, પરંતુ ટિકિટ લેવા માટે રૂબરૂ જવું પડે છે. આ અંગે ઘણા લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રિકવેસ્ટ એકસેપ્ટ તો થઇ ગઇ હતી પરંતુ કન્ફર્મેશન થયું નહોતું. જેથી ટિકિટ લેવા માટે વોટર એરોડ્રોમ ખાતે રૂબરૂ ગયો હતો. જ્યાં મે મારી આવવા જવા માટેની ટિકિટનું બુકિંગ કરાવવા જણાવ્યું હતું. જો કે તેમણે કહ્યું કે તે દિવસની ફ્લાઇટનું શેડ્યુલ છે કે કેમ તે મારે ચેક કરવું પડશે. તેમ કહીને બેસાડી રખાયા હતા. 

લાંબા સમય બાદ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, કાલની ફ્લાઇટ તો બુક થઇ ચુકી છે, પરંતુ એક કલાકથી ઉભો છું તો તમે જાણ નથી કરી. જેથી એક પ્રકારે કહી શકાય કે ફ્લાઇટના બુકિંગ થાય છે અને શેડ્યુલ છે કે નહી તે અંગે પણ ઓનલાઇન કોઇ જ માહિતી હોતી નથી. જેથી સામાન્ય ગ્રાહકોને પરેશાન થવું પડતું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોજેક્ટ્સ શરૂ તો કરી દેવામાં આવે છે પરંતુ પછી તેની કોઇ તકેદારી રાખવામાં આવતી નથી. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here