જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
976

મેષ (અ.લ.ઇ.)
આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપના નાણાકીય વ્યવહારો તરફ વિશેષ ધ્યાન આપવું પડશે. વધારાની આર્થિક જવાબદારીઓ ઊભી થવા પણ સંભાવના ખરી જ. આવકના પ્રમાણમાં ખર્ચનું પલ્લું નમતું જણાશે. કૌટુંબિક પ્રશ્નો વિશેષ મૂંઝવે તેવા યોગો નકારી શકાય તેમ નથી. તા. 30, 31, 1 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 2, 3 જવાબદારીમાં વધારો થશે. તા. 4, 5 સામાન્ય દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. માનસિક દષ્ટિએ સારું રહેશે. નવા કામકાજમાં પ્રગતિ જણાય, સાથે સાથે આવકની સાથે ખર્ચનું પ્રમાણ પણ વધતું જણાશે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં લાભ તથા સાનુકૂળતા જણાશે. મકાન ખરીદવા કે વેચવા માટે સમય યોગ્ય જણાતો નથી. તા. 30, 31 રાહત જણાય. તા. 1, 2, 3 પ્રગતિકારક દિવસો ગણાય. તા. 4, 5 નાણાકીય સાહસ ન કરવું.

મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. આવકની સાથે જાવકનું પ્રમાણ વધવા પણ સંભાવના ખરી જ. ખાસ કરીને નાણાકીય વ્યવહારો માટે ખાસ ધ્યાન આપવું પડશે. આ સમયમાં વધારાની આર્થિક જવાબદારીઓ ઊભી થવા પણ સંભાવના ખરી જ. કૌટુંબિક તેમ જ વ્યાવહારિક પ્રશ્નો મૂંઝવશે. તા. 30 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 31, 1, 2 દરેક રીતે સંભાળવું. તા. 3, 4, 5 મૂંઝવણ વધવા પામે.

કર્ક (ડ.હ.)
આ સપ્તાહમાં આપની ચિંતાઓનો ભાર હળવો થશે. નાણાભીડમાંથી છુટકારો થવાની સંભાવના ખરી જ. આ સમયગાળામાં કરેલું તમારું નાણાકીય રોકાણ ભવિષ્ય માટે લાભકારી પુરવાર થશે. મિલકતના પ્રશ્નો પણ અટવાયેલા હશે તો તેમાં પણ રાહત જણાશે. નવું હાઉસ લેવું હોય કે જૂનું વેચવું હોય તો તે માટે પણ સમય સાનુકૂળ જણાય છે. તા. 30, 31, 1 એકંદરે રાહત જણાશે. તા. 2, 3 નાણાકીય સાહસ કરી શકાય. તા. 4, 5 સાનુકૂળ દિવસો ગણાય.

સિંહ (મ.ટ.)
આપનો આ સમય આપને નાણાભીડનો અનુભવ કરાવનાર બને તેવા યોગો જણાય છે. અકસ્માત, ઈજા, પડવા વાગવાથી સંભાળવા પણ સલાહ છે. સાથે સાથે વિકાસનો કોઈ નવો માર્ગ ખુલ્લો થતાં વિશેષ રાહત જણાશે. નોકરી કે ધંધાના કામકાજમાં ધીમી ગતિએ પ્રગતિ થાય તેવું બનવાની સંભાવના પણ ખરી જ. વડીલોના આરોગ્યની ચિંતા રહેશે. તા. 30, 31, 1 નાણાભીડનો અનુભવ થાય. તા. 2, 3 વાહનથી ખાસ સંભાળવું. તા. 4, 5 વડીલોના આરોગ્યની ચિંતા રહે.

કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહમાં અવિચારી સાહસ યા ઉતાવળા નિર્ણયોથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. સમાધાનકારી વલણ અપનાવશો તો માનસિક ચિંતા ઓછી જણાશે, તે સિવાય નાણાકીય બાબતોમાં આપની મૂંઝવણ દૂર થવાની સંભાવના ખરી જ. ફસાયેલાં કે ઉઘરાણીનાં નાણાં છૂટાં થવાની સંભાવના પણ ખરી જ. તા. 30, 31, 1 અવિચારી નિર્ણયો લેવા નહિ. તા. 2, 3 કંઈક રાહત થાય. તા. 4, 5 નાણાકીય ફાયદો થાય.

તુલા (ર.ત.)
આ સમય દરમિયાન એક યા બીજા પ્રકારે આપને કાર્યબોજ રહેવાની સંભાવના ખરી જ. તે સિવાય ચાલુ કામકાજ માટે સમય પ્રગતિકારક જણાય છે. નોકરિયાત વર્ગને કાર્યમાં ફેરફાર કે બદલી સ્થળાંતરના યોગો ઊભા થવાની સંભાવના ખરી જ. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. વેપાર-ધંધાના ક્ષેત્રમાં વિશેષ મહેનત કરવી પડે તેવું બનશે. ગૃહજીવનમાં વિવાદ ટાળવો. તા. 30, 31 કાર્યબોજ વધશે. તા. 1, 2, 3 પ્રગતિકારક દિવસો ગણાય. તા. 4, 5 સામાન્ય દિવસો ગણાય.

વૃશ્ચિક (ન.ય.)
આપનો આ સમય ધીમે ધીમે સાનુકૂળ બનતો જણાશે. આપના અટકેલા લાભો મેળવી શકો તેવા સંજોગોનું નિર્માણ થવાની સંભાવના ખરી જ. ઊભા થયેલા ખર્ચને પહોંચી વળવા નાણાકીય જોગવાઈ કે વ્યવસ્થા થઈ જતાં રાહત જણાશે. કોઈ મહત્ત્વની તક મળવાથી પણ વિશેષ લાભ થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. તા. 30, 31 1 સાનુકૂળતા વધવા પામશે. તા. 2, 3 નાણાકીય રાહત થશે. તા. 4, 5 વિશેષ લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. માનસિક ચિંતા – જવાબદારીઓનો બોજ વધવાની સંભાવના ખરી જ, સાથે સાથે જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરવામાં રાહત જણાશે. નોકરિયાત વર્ગની મૂંઝવણ દૂર થાય, ગૂંચવાયેલા પ્રશ્નો હલ થતાં વિશેષ રાહત થાય. લાભની તક ઓચિંતી મળે પણ ખરી. તા. 30, 31, 1 દરેક રીતે સંભાળવું. તા. 2, 3 કાર્યબોજ વધવા પામશે. તા. 4, 5 કંઈક રાહત થાય.

મકર (ખ.જ.)
આ સપ્તાહમાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થશે. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વિકાસ થઈ શકે. આપનાં હાથ ધરેલાં કાર્યોમાં આયોજનનોમાં આશાસ્પદ વાતાવરણ ઊભું થવાની શક્યતાઓ પણ ખરી જ. નાણાકીય બાબતોમાં રાહત જણાશે. નોકરિયાત વર્ગને વિશેષ રાહત થાય તેવા યોગો જણાય છે. પ્રવાસનું આયોજન થઈ શકે. તા. 30, 31, 1 આનંદમય દિવસો પસાર થાય. તા. 2, 3 કાર્યસિદ્ધિ થાય. તા. 4, 5 પ્રવાસ થઈ શકે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું હિતાવહ બની રહેશે. આપના હિતશત્રુઓના કારણે ચિંતાજનક વાતાવરણ ઊભું થવાની શક્યતાઓ ખરી જ. ધંધાકીય બાબતોમાં પણ વિશેષ ધ્યાન આપી સાહસથી દૂર રહેવું હિતાવહ જણાય છે. અંગત આરોગ્યની પણ કાળજી લેવી જરૂરી જણાય છે. તા. 30, 31, 1 સામાન્ય દિવસો પસાર થાય. તા. 2, 3 દરેક રીતે સંભાળવું પડશે. તા. 4, 5 આરોગ્યની કાળજી રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં આપને કારણ વગરની ચિંતાઓનો બોજ અકળાવશે. આપની લાગણીને ઠેસ પહોંચે કે સ્વમાન હણાય તેવા યોગો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ તે સિવાય આપની નાણાકીય પરિસ્થિતિ સુધરવા સંભાવના ખરી જ. અગત્યનાં કામોમાં રાહત થતાં માનસિક શાંતિ જણાશે. તા. 30, 31, 1 ચિંતાજનક સંજોગો ઊભા થાય. તા. 2, 3, 4 નાણાકીય લાભ થાય. તા. 5 માનસિક શાંતિ મળે.