જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1806

 

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને આર્થિક બાબતોમાં વિચારીને નિર્ણયો લેવા હિતાવહ બની રહેશે. પરિવારમાં ગેરસમજ થવાની સંભાવના પણ ખરી જ, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ શુભ ફળ મળશે. તરુણોને વિશેષ લાભ થાય. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 19, 20ગેરસમજ ટાળવી. તા. 21, 22 તરુણોને લાભ થાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં આપના દિવસો એકંદરે આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. ઘરનાં કે બહારનાં અધૂરાં તમામ કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. મિલન – મુલાકાત સફળ પુરવાર થાય તેવા યોગો નકારી શકાય તેમ નથી. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. નવા મૂડીરોકાણ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. તા. 16, 17, 18 આનંદમય દિવસો ગણાય. તા. 19, 20રાહત જણાય. તા. 21, 22 આર્થિક લાભ થાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો વળી બે દિવસ ઉચાટ-ઉદ્વેગ રહેવાની સંભાવના પણ ખરી જ. સ્ત્રીઓએ સપ્તાહના અંતિમ દિવસોમાં આરોગ્યની કાળજી રાખવી જરૂરી બનશે. સ્વતંત્ર વ્યવસાય કરનાર વ્યક્તિઓને આર્થિક લાભ થવાની શક્યતાઓ ખરી જ. પ્રવાસ ટાળવો. તા. 16, 17, 18 સામાન્ય દિવસો ગણાય. તા. 19, 20ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 21, 22 આર્થિક લાભ થાય.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. સંતાનો વિષયક શુભ સમાચાર મળવાની શક્યતાઓ ખરી જ. નોકરી ઇચ્છનારને સારી નોકરી મળી શકે તેવા યોગો પ્રબળ છે. માત્ર સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. પત્નીના આરોગ્યની ચિંતા રહે. તા. 16, 17, 18 આનંદમય દિવસો ગણાય. તા. 19, 20શુભ સમાચાર મળે. તા. 21, 22 દરેક રીતે સંભાળવું.

સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનાં અધૂરાં કાર્યો, મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય, તે ઉપરાંત ઘરનાં, બહારનાં અન્ય કાર્યોમાં પણ સફળતા મળતાં આપનો આનંદ-ઉત્સાહ જળવાઈ રહેશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને. મિલન – મુલાકાત ફળદાયી નીવડશે. તા. 16, 17, 18 આનંદમય દિવસો પસાર થાય. તા. 19, 20સફળ દિવસો ગણાય. તા. 21, 22 મુલાકાત ફળે.

કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહમાં એકંદરે આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એક દિવસ સાનુકૂળતા જણાય તો બે દિવસ ઉચાટ-ઉદ્વેગમાં પસાર થાય. સપ્તાહના અંતિમ દિવસોમાં આપને આનંદ, ઉલ્લાસ અને રાહતની અનુભૂતિ થશે. આર્થિક લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. સરકારી કાર્યોમાં યશ મળશે. જીવનસાથીની તબિયત સંભાળવી. તા. 16, 17, 18 સામાન્ય દિવસો પસાર થાય. તા. 19, 20રાહત જણાય. તા. 21, 22 યશ પ્રતિષ્ઠા વધશે.

તુલા (ર.ત.)
આ સપ્તાહમાં આપ હરો ફરો, પરંતુ મનમાં આનંદ જેવું જણાશે નહિ. એક દિવસ આનંદમાં જાય તો બીજા દિવસે કંઈક પ્રતિકૂળતા ઊભી થાય તેવા યોગો જણાય છે. અનપેક્ષિત પ્રવાસ પણ કરવો પડે. બિનજરૂરી ખર્ચ થવાની સંભાવના પણ ખરી જ. પારિવારિક પ્રશ્નો મૂંઝવશે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. બિનજરૂરી વિવાદમાં ન પડવું. તા. 16, 17, 18 ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરે. તા. 19, 20બિનજરૂરી ખર્ચ થાય. તા. 21, 22 દરેક રીતે સંભાળવું.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. પ્રારંભિક દિવસોમાં એકંદરે શાંતિ જળવાશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થાય તેમ તેમ ઉચાટ – ઉદ્વેગ વધવાની સંભાવના ખરી જ. આમ હોવા છતાં એકંદરે કામ અટકશે નહિ છતાં અતિ વિશ્વાસમાં નિર્ણયો લેવા નહિ. નાણાકીય બાબતોમાં વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. તા. 16, 17, 18 સફળ દિવસો ગણાય. તા. 19, 20સામાન્ય દિવસો ગણાય. તા. 21, 22 સંભાળીને કામકાજ કરવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં આપ હરો ફરો, પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. ઘરનાં અને બહારનાં કામોની વિશેષ જવાબદારીથી ચિંતા બોજ વધવાની સંભાવના ખરી જ. ઘરના વડીલોની તબિયતની કાળજી વિશેષ રાખવી પડશે. વાહનથી સંભાળવું તથા પ્રવાસ ટાળવો. આર્થિક બાબતોમાં ઉતાવળા નિર્ણયો લેવા યોગ્ય રહેશે નહિ. તા. 16, 17, 18 ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરશે. તા. 19, 20 ચિંતાજનક દિવસો ગણાય. તા. 21, 22 સંભાળીને કામકાજ કરવું.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપના દિવસો એકંદરે આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. પારિવારિક પ્રશ્નોમાં પણ વિશેષ રાહતની અનુભૂતિ થશે. નવું હાઉસ લેવું હોય અથવા જૂનું વેચવું હોય તો તે માટે સાનુકૂળતા જણાશે. આર્થિક બાબતોમાં પણ લાભ થવાની શક્યતાઓ ખરી જ. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 16, 17, 18 આનંદમય દિવસો ગણાય. તા. 19, 20 રાહત જણાય. તા. 21, 22 આર્થિક લાભ થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)
સપ્તાહની શરૂઆતમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. શરીરની કાળજી વિશેષ રાખવી પડશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ રાહતની અનુભૂતિ અવશ્ય થશે. અધૂરાં અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકશે. આર્થિક લાભની શક્યતાઓ પણ ખરી જ. સાંપત્તિક પ્રશ્નોનો ઉકેલ મળી શકે. તા. 16, 17, 18 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 19, 20 રાહત જણાય. તા. 21, 22 લાભ થાય.

મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહની શરૂઆતમાં આપને સર્વ પ્રકારે રાહતની અનુભૂતિ થશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં વિશેષ લાભ થાય. નોકરિયાત વર્ગને બઢતી મળવાની શક્યતાઓ ખરી જ. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આપને ઉચાટ, ઉદ્વેગ વગેરે રહેવાની સંભાવના ખરી જ. કાયદાકીય પ્રશ્નોમાં ખાસ સંભાળવું. તા. 16, 17, 18 રાહતભર્યા દિવસો ગણાય. તા. 19, 20 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 21, 22 દરેક રીતે સંભાળવું.