જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. કૌટુંબિક સ્વાસ્થ્ય પણ જળવાશે. સપ્તાહમાં જેમ જેમ દિવસો વીતશે તેમ તેમ આપને માટે લાભપ્રદ સંજોગોનું નિર્માણ થશે. ભાગ્યોદય થયો હોય તેવી અનુભૂતિ થશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૫, ૧૬, ૧૭ એકંદરે શુભ દિવસો પસાર થાય. તા. ૧૮, ૧૯ લાભકારક દિવસો. તા. ૨૦ અનુકૂળતા વધવા પામશે. તા. ૨૧ લાભ થાય.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપના દિવસો આનંદમય બની રહેશે. આપનાં સઘળાં આયોજનોમાં રચનાત્મક પ્રગતિ થઈ શકશે. મળવાપાત્ર સઘળા લાભો મળવાની શક્યતા પણ ખરી જ. વિદ્યાર્થીમિત્રોને શૈક્ષણિક યશ મળશે. નાના-મોટા પ્રવાસનું આયોજન તથા મિલન-મુલાકાત શક્ય બનશે. તા. ૧૫, ૧૬, ૧૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૮, ૧૯ નવીન લાભ પ્રાપ્ત થાય. તા. ૨૦, ૨૧ હળવા-ફરવા-મળવાનું થાય.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહમાં આપનાં ઘરનાં બહારનાં સઘળાં કાર્યોમાં સફળતા મળતાં આપનો આનંદ બેવડાશે. વેપાર-વ્યવસાયમાં પણ ઘણો લાભ જણાશે. વ્યક્તિગત પ્રશ્ર્નોમાં પણ અનપેક્ષિત લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. મિત્રોથી લાભ થાય. તા. ૧૫, ૧૬, ૧૭ શુભ દિવસો ગણાય. તા. ૧૮ નવીન કાર્ય થાય. તા. ૧૯ લાભ થાય. તા. ૨૦, ૨૧ નાના-મોટા પ્રવાસ શક્ય બને.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહમાં આપનાં સઘળાં કાર્યોમાં યશ-પ્રતિષ્ઠા સાથે સફળતા મળતાં આપનો આનંદ અસીમિત બનશે. ભાઈ-ભાંડુ સાથે – કુટુંબ પરિવારમાં સંવાદિતા જળવાશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. પતિ-પત્નીનો સંયુક્ત ભાગ્યોદય થયો હોય તેવી અનુભૂતિ થવાની શક્યતાઓ ખરી જ. તા. ૧૫, ૧૬, ૧૭ આનંદમાં દિવસો પસાર થાય. તા. ૧૮, ૧૯ કૌટુંબિક સુખ મળે. તા. ૨૦, ૨૧ ભાગ્યોદય થાય.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં આપને યશ-પ્રતિષ્ઠા, કાર્યસફળતા વધુ મળશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થતા જશે તેમ તેમ કૌટુંબિક પ્રશ્ર્નો સહિત અન્ય બાબતોમાં પણ આપને પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. વ્યાવસાયિક પ્રશ્ર્નો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. ૧૫, ૧૬, ૧૭ મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડે. તા. ૧૮, ૧૯ દરેક રીતે સંભાળવું. તા. ૨૦, ૨૧ નવા પ્રશ્ર્નો ઊભા થતાં મુશ્કેલી થશે.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં આપના સઘળા દિવસો આશા ઉમંગ-ઉત્સાહ સાથે આનંદમય પસાર થશે. નોકરિયાત વર્ગને અનપેક્ષિત બઢતી મળવાની પણ સંભાવના ખરી જ. સંતાનોનો ભાગ્યોદય આપના આનંદમાં અભિવ્ાૃદ્ધિ કરશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠેલાઓ માટે સમયગાળો શુભ જણાય છે. તા. ૧૫, ૧૬, ૧૭ આનંદમય દિવસો ગણાય. તા. ૧૮, ૧૯ લાભકર્તા બની રહે. તા. ૨૦ શુભ સમાચાર મળે. કાર્યસિદ્ધિ થાય. તા. ૨૧ લાભમય દિવસ.

તુલા (ર.ત.)

એકંદરે આ સપ્તાહમાં આપને રાહત જણાશે. આર્થિક દ્ષ્ટિએ પણ પ્રગતિકારક રચના અવશ્ય થઈ શકશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય જણાય છે. સ્નેહીઓ, શુભેચ્છકો, મિત્રો સાથેની મુલાકાત પણ શક્ય અને સફળ જણાશે. તરુણોને નોકરી મળવાની સંભાવના પણ નકારી શકાય તેમ નથી. તા. ૧૫, ૧૬, ૧૭ એકંદરે રાહત થાય. તા. ૧૮, ૧૯ મધ્યમ દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ નોકરીનો પ્રશ્ર્ન હશે તો પતી જશે.

વૃશ્ર્ચિક (ન.ય.)

સપ્તાહના શરૂઆતના તબક્કામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે, પરંતુ જેમ જેમ દિવસો વીતશે તેમ તેમ આપને રાહત થશે. તરુણોના પ્રશ્ર્નોનું નિરાકરણ આવી જશે. પરિવારમાં સંવાદિતા સાથે સ્નેહભર્યું વાતાવરણ ઊભું થશે. માન-સન્માન મળે. પરદેશગમન પણ થાય. તા. ૧૫, ૧૬, ૧૭ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૧૮, ૧૯ રાહત થાય. તા. ૨૦, ૨૧ પારિવારિક દ્ષ્ટિએ લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહ વિશેષ લાભકર્તા પુરવાર થાય તેવા યોગો જણાય છે. નોકરીમાં ભાગ્યોદય થાય. અનપેક્ષિત બઢતી પણ મળી શકે તેમ છે. સાથે સાથે સપ્તાહના પ્રારંભમાં તબિયતની કાળજી પણ વિશેષ રાખવી પડશે. નવી ખરીદી પાછળ ખર્ચ થવાની – વધવાની શક્યતાઓ પણ ખરી જ. પ્રવાસ ટાળવા પ્રયત્ન કરવો. તા. ૧૫, ૧૬, ૧૭ લાભકર્તા દિવસો ગણાય. તા. ૧૮, ૧૯ નોકરીમાં ભાગ્યોદય થાય. તા. ૨૦, ૨૧ ખર્ચ પર અંકુશ રાખવો પડશે.

મકર (ખ.જ.)

પ્રારંભિક દિવસોમાં નાવીન્યપૂર્ણ શુભ ફળ આપનાર બની રહે તેવા યોગો જણાય છે. વિવાહઇચ્છુકો માટે સમય અતિ બળવાન જણાય છે. આદરેલાં મહત્ત્વનાં – મોટાં કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય તેવા યોગો પણ ખરા જ. પ્રવાસ-પર્યટનનું આયોજન થઈ શકે તેમ છે. શુભેચ્છકો, મિત્રો સાથે મિલન-મુલાકાત શક્ય બનશે. તા. ૧૫, ૧૬, ૧૭ આનંદમય દિવસો ગણાય. તા. ૧૮, ૧૯ કાર્યસફળતા યોગ થાય છે. તા. ૨૦, ૨૧ પ્રવાસનું આયોજન કરી શકાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

વ્યાવસાયિક ખરીદી-વેચાણ માટે આ સમય સાનુકૂળ જણાય છે. વ્યાવસાયિક બાકી નીકળતાં નાણાં પણ મળી જતાં વિશેષ આનંદ થાય. સંતાનોની શૈક્ષણિક ચિંતાઓ હશે તો તે પણ દૂર થઈ જવાની પૂર્ણ શક્યતાઓ જણાય છે. વિવાહઇચ્છુકો માટે પણ સમય વિશેષ સાનુકૂળ જણાય છે. પ્રયત્નથી અવશ્ય લાભ મળશે. શુભકાર્ય થઈ શકે તેમ છે. તા. ૧૫, ૧૬, ૧૭ આનંદમય દિવસો. તા. ૧૮, ૧૯ ચિંતામુક્ત બની શકશો. તા. ૨૦, ૨૧ પ્રયત્નોથી લાભ થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહ આપના માટે શુભ ફળદાયી પુરવાર થશે. ગ્ાૃહસ્થ જીવનની અશાંતિ દૂર થઈ જશે. પરસ્પર સંવાદિતા જળવાશે. તરુણો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના પડતર પ્રશ્ર્નોનો પણ નિકાલ આવી જશે. તેમાં યશ-પ્રતિષ્ઠા પણ મળશે. નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકશે. ખર્ચની સામે આવક પણ વધવા પામશે. તા. ૧૫, ૧૬, ૧૭ શુભ ફળદાયી બની રહેશે. તા. ૧૮, ૧૯ તરુણો માટે શુભ દિવસો ગણાય. તા. ૨૦, ૨૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here