ઝુલન ગોસ્વામી 200 વિકેટ લેનાર દુનિયાની સૌપ્રથમ મહિલા ક્રિકેટર

Cricket - Women's Cricket World Cup Final - England vs India - London, Britain - July 23, 2017 India's Jhulan Goswami gestures Action Images via Reuters/John Sibley

 

 

નવી દિલ્હીઃ ભારતની મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ઇન્ટરનેશનલ વીમેન્સ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 200 વિકેટ ઝડપી દુનિયાની સૌપ્રથમ મહિલા ક્રિકેટર તરીકે સિદ્ધિ મેળવી હતી. 35 વર્ષની ઝુલન ગોસ્વામીએ 166મી વન-ડેમાં 200મી વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.
ઝુલને સાઉથ આફ્રિકા સામેની આઇસીસી વીમેન્સ ચેમિપ્યનશિપની બીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાની લૌરા વોલવાર્ટની વિકેટ ઝડપી આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. ઝુલન ગોસ્વામીએ 166 વન-ડેમાં 1337.1 ઓવરમાં 4335 રન આપીને 200 વિકેટ લીધી હતી. તેનો શ્રેષ્ઠ દેખાવ 31 રનમાં છ વિકેટ છે અને સરેરાશ 21.67
છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here