જ્યોતિષ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઇ.)

આ સમયગાળા દરમિયાન આપને તબિયતની કાળજી રાખવી પડશે. શત્રુપીડા પજવશે. નિકટના સ્વજનો સાથે મતભેદ-મનભેદ અને ગેરસમજ થવાની શક્યતાઅો પણ ખરી જ. અનપેક્ષિત ખર્ચ થવાની સંભાવના પણ જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. પરદેશગમન માટે સમય શુભ જણાય છે. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ તબિયતની કાળજી રાખવી પડશે. તા. ૧, ૨ સહનશીલતા કેળવવાથી લાભ થશે. તા. ૩, પ્રવાસ થઈ શકે.

વૃષભ (બ.વ.ઉ.)

સપ્તાહના પ્રારંભમાં આપના દિવસો સર્વ પ્રકારે આનંદમય પુરવાર થાય તેવા યોગો જણાય છે. વિવાહઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. નોકરીની શોધમાં હો તો તે ઇચ્છા પરિપૂર્ણ થશે. સામાજિક પ્રવૃત્તિઅોમાં જાડાયેલી વ્યક્તિઅો માટે સમય શુભ જણાતો નથી. સપ્ïતાહના અંતિમ દિવસોમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ આનંદમય દિવસો ગણાય. તા. ૧, ૨ શુભ દિવસો. તા. ૩ દરેક રીતે સંભાળવું.

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં દિવસો શુભ તથા આનંદમય જણાય છે. નોકરિયાત વર્ગને બઢતી મળવાની શક્યતાઅો ખરી જ. મિલન-મુલાકાત શક્ય બનશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થતા જાય તેમ તેમ તકલીફો – પ્રતિકૂળતાઅો વધતી જણાશે. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે મનદુઃખ ન થાય તેની કાળજી રાખવી. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ સફળતા મળે. તા. ૧, ૨ આનંદમય દિવસો ગણાય. તા. ૩ દરેક રીતે સંભાળવું.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. સપ્ïતાહની શરૂઆતમાં દરેક કાર્યમાં સફળતા મળતાં આનંદની અનુભૂતિ અવશ્ય થાય, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થતા જાય તેમ તેમ મુશ્કેલીઅો વધતી જણાય. ઘરના વડીલોની ચિંતા ઊભી થવાની શક્યતાઅો પણ ખરી જ. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧, ૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ. તા. ૩ કંઈક અંશે રાહત થાય ઍવું અનુભવાય.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનને શાંતિ કે આનંદ જણાય નહિ તેવા સંજાગોનું નિર્માણ થવાની શક્યતાઅો ખરી જ. અનપેક્ષિત તથા વિચિત્ર કહી શકાય તેવો ખર્ચ થવાની સંભાવના પણ ખરી જ. વેપાર-ધંધામાં પણ આવકનું પ્રમાણે ઘટવા પામે. નોકરિયાત વર્ગને અન્યાયકારક બદલી પણ થાય. પ્રવાસ ટાળવો. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉચાટ-ઉદ્વેગ રહેશે. તા. ૧, ૨ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૩ પ્રવાસ ટાળવો.

કન્યા (પ.ઠ.ણ.)

શરૂઆતના દિવસોમાં આપને સંભાળીને કામકાજ કરવું પડશે. પારિવારિક પ્રશ્નોમાં પણ આપની મૂંઝવણ વધવાની શક્યતાઅો ખરી જ, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ કંઈક રાહત થતી જણાશે. નોકરિયાત વર્ગને બઢતી મળવાની શક્યતાઅો ખરી જ. અનપેક્ષિત ધનલાભ પણ થાય. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧, ૨ પારિવારિક પ્રશ્નોમાં સંભાળવું. તા. ૩ કંઈક રાહત જણાય.

તુલા (ર.ત.)

આ સપ્તાહમાં આપને મિશ્ર સંજાગોમાંથી પસાર થવું પડશે. ખાસ કરીને શારીરિક પીડાથી સંભાળવું પડશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. નોકરિયાત વર્ગને પગારવધારો મળવાની શક્યતાઅો ખરી જ. પારિવારિક બાબતોમાં સમજદારી અને સહનશીલતાથી કામ લેવું હિતાવહ બની રહેશે. તા. ૨૮, ૨૯, ૩૦,૩૧  સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧, ૨ નોકરિયાત વર્ગ માટે શુભ દિવસો ગણાય. તા. ૩, ૪ સંયમથી વર્તવું.

વૃડ્ઢિક (ન.ય.)

આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. વ્યક્તિગત ઉત્કર્ષ થાય. અનપેક્ષિત લાભ મળે. પારિવારિક પ્રશ્નોમાં પણ ઉકેલ મળે. આવકની સામે જાવકનું પ્રમાણ ચાલુ રહેવા પામશે. ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ ગણાય. વાહનથી સંભાળવું, પ્રવાસ ટાળવો. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧, ૨ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૩, ૪ પ્રવાસ ટાળવો, વાહનથી સંભાળવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તબિયતની કાળજી રાખવી હિતાવહ ગણાય તે સિવાય, નોકરિયાત વર્ગને બઢતી મળતાં વિશેષ આનંદ થશે. નવું મકાન ખરીદવું હોય કે જૂનું વેચવું હોય તો તે માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પ્રેમપ્રકરણમાં પ્રતિકૂળતા રહેશે. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧  દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ. તા. ૧, ૨ નોકરિયાત વર્ગને લાભ થાય. તા. ૩ સામાન્ય-મિશ્ર દિવસો ગણાય.

મકર (ખ.જ.)

સપ્તાહના શરૂઆતના દિવસોને બાદ કરતાં બાકીના દિવસોમાં ઉત્તરોત્તર આનંદમાં અભિવૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. તરુણો માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. વેપાર-ધંધામાં પણ આવકનું પ્રમાણ જળવાય. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. મિલન-મુલાકાત શક્ય નીવડે. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧, ૨ આનંદમય દિવસો પસાર થાય. તા. ૩ લાભમય દિવસ. શુભ કાર્ય થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયગાળામાં આપને મિશ્ર સંજાગોમાંથી પસાર થવું પડશે. પ્રારંભિક તબક્કામાં આનંદમય દિવસો પસાર થાય, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ મુશ્કેલીઅો અને પ્રતિકૂળતાઅોની પરંપરાનો અનુભવ થવાની શક્યતાઅો ખરી જ. દરેક બાબતમાં દરેક રીતે વિચારીને કામકાજ કરવું પડશે. પ્રવાસ ટાળવા પ્રયત્ïન કરવો. વાહનથી સંભાળવું. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ સામાન્ય દિવસો ગણાય. તા. ૧, ૨, ૩ દરેક રીતે સંભાળવું. 

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહમાં આપના દિવસો આનંદમય બની રહેશે. ઘરનાં તથા બહારનાં તમામ કામોમાં સફળતા મળતાં આપનો આનંદ બેવડાશે. પારિવારિક પ્રશ્નોમાં પણ ધીરજ રાખવી. શુભેચ્છકો, મિત્રો સાથેની મિલન-મુલાકાત શક્ય અને સફળ બનશે. શુભ કાર્ય પણ સંપન્ïન થઈ શકે. આર્થિક વિટંબણા દૂર થતાં વિશેષ રાહત થશે. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧ આનંદમય દિવસો ગણાય. તા. ૧, ૨ લાભકારક દિવસો પસાર થાય. તા. ૩ રાહત જણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here