અમેરિકાની સંસદમાં 8કલાક પ્રવચન આપીને  વિક્રમ સર્જતા સંસદ સભ્ય નેન્સી પેલોસી

0
961
U.S. House Minority Leader Nancy Pelosi (D-CA) speaks during a news conference on Capitol Hill in Washington, U.S, April 27, 2017. REUTERS/Yuri Gripas
REUTERS

અમેરિકાની સંસદમાં સતત 8 કલાક સુધી પ્રવચન આપીને  ડેમોક્રેટિક પાર્ટીના સંસદસભ્ય નેન્સી પેલોસીએ 108 વરસ જૂનો રેકોર્ડ તોડીને નવો  વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. 4 ઈંચની હિલ્સવાળા સેન્ડલ પહેરીને તેઓએ હાઉસમાં સતત 8કલાક સુધી ઊભા રહીને વકતવ્ય આપ્યું હતું. તેમણે સવારે 10-04 કલાકે શરૂ કરેલું પ્રવચન સાંજે 6-11કલાકે પૂરું કર્યું હતું. આ અગાઉ 1909માં સંસદસભ્ય ચેમ્પ કલાર્કે 5કલાક અને 15 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. નેન્સી પેલોસીને તેમનો રેકોર્ડ તોડીને નવું કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. 78 વરસની ઉંમરે એક મહિલાએ  આટલી સ્ફૂર્તિ  અને ઉત્સાહથી વકતવ્ય આપીને વિશ્વમાં મહિલા સશકતીકરણનું ઉજળું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here