ક્રિકેટજગતમાં નો બોલ, રન આઉટના કાયદો બદલાયો

Cricket - Second One Day International - India v England - Maharashtra Cricket Association Stadium, Pune, India - March 26, 2021 India's Virat Kohli in action REUTERS/Francis Mascarenhas

 

દુબઇ: બોલને પોલિશ કરવા થૂંંક લગાવવા, બેટ્સમેન કેચ આઉટ થયા પછી નવા બેટ્સમેને તેની જગ્યા બેટિંગ સ્થાન પર જ લેવા, નવા આવનાર બેટ્સમેને બે મિનિટમાં જ બેટિંગ કરવા તૈયાર રહેવા વિગેરે ફેરફારો કરવામાં આવ્યા છે. નિયમોમાં ફેરફાર કરવાની આઇસીસી ક્રિકેટ કમિટીની ભલામણોને ચીફ એક્ઝિકયુટીવ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. નવા નિયમો પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. બોલિંગ છેડા પરનો બેટ્સમેન જો આગળ ધસી જાય તો તેને વિવાદ વગર રનઆઉટ કરી શકાશે. બેટ્સમેનની બેટ અથવા શરીરનો હિસ્સો પિચ પર રહેવો જોઇએ અને જો તેને બોલ ફટકારવા બહાર જવું પડે તો અમ્પાયર ડેડ બોલ જાહેર કરી શકશે. બોલ એવી જગ્યાએ નાખવામાં આવે અને બેટરને પિચ છોડવી પડે તો નો બોલ જાહેર કરવામાં આવશે. બોલર બોલ નાખવા દોડવાનું શ‚ કરે તે પછી કોઇ હિલચાલ કરાય તો બેટિંગ ટીમને અમ્પાયર પાંચ પેનલ્ટી રન આપશે અને બોલને ડેડ બોલ ગણવામાં આવશે. બેટ્સમેન ડિલિવરી અગાઉ વિકેટ પર આગળ વધે તો બોલર તેને રન આઉટ કરી નહીં શકે અને આવા પ્રયત્નને ડેડ ‘બોલ’ ગણવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here