જ્યોતિષ 

 

વૈશાખ વદ ૬થી વૈશાખ વદ ૧૧, વિક્રમ સંવત ૨૦૭૮ (તા. ૨૦ મેથી તા. ૨૬ મે, ૨૦૨૨)

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં એકંદરે આપને સફળતા મળશે. યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. મિલન, મુલાકાત સફળ બને તેમ જણાય છે. વ્યવસાય ક્ષેત્રે પણ ધારી સફળતા મળે તેવા યોગો પણ ખરા જ. સાથે સાથે ઘરમાં એકાદ વ્યક્તિની બીમારીનો પ્રસંગ બનવા પણ સંભાવના ખરી જ. આર્થિક ઉત્કર્ષ થતો રહેશે. તા. ૨૦, ૨૧, ૨૨ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૩, ૨૪ લાભકારક દિવસો. તા. ૨૫, ૨૬ આર્થિક દષ્ટિએ શુભ દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. પ્રવર્તમાન ગ્રહ દશા પ્રમાણે ગૃહસ્થજીવનમાં પણ કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભી થવાની સંભાવના ખરી જ. ધંધામાં ભાગીદારી હોય તો તેને લગતા પ્રશ્નો પણ ઊભા થાય માટે સંભાળવું. સપ્તાહના અંતમાં એકંદરે આપને રાહત થશે. તા. ૨૦, ૨૧, ૨૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૩, ૨૪ સંયમ અને સહનશીલતા રાખવી. તા. ૨૫, ૨૬ બપોર પછી રાહત.

મિથુન (ક.છ.ઘ.)

શરૂઆતમાં આનંદ, ઉમંગ અને ઉત્સાહમાં સમય વ્યતિત થશે. આર્થિક પ્રશ્નોમાં પણ રાહત જણાશે. નવી ઓળખાણ નોકરી-ધંધામાં કામ લાગશે. જેમ જેમ દિવસો વિતશે તેમ તેમ ખાસ કરીને સપ્તાહના અંતિમ દિવસોમાં શરીરની કાળજી વિશેષ રાખવી પડશે. નાની મોટી શસ્ત્રક્રિયા થવાની સંભાવના પણ ખરી જ. તા. ૨૦, ૨૧, ૨૨ આનંદમય દિવસો ગણાય. તા. ૨૩, ૨૪ આર્થિક લાભ થાય. તા. ૨૫ વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૬ શરીર સંભાળવું.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. આર્થિક દષ્ટિએ શરૂઆતના દિવસોમાં લાભ જણાશે તો અંતિમ દિવસોમાં આર્થિક બાબતો બોજારૂપ બનવાની સંભાવના પણ ખરી જ. તે સિવાય વ્યક્તિગત યશ પ્રતિષ્ઠા માટે સમય સાનુકૂળ જણાય છે. મિલન-મુલાકાત સફળ બનશે. તા. ૨૦, ૨૧, ૨૨ એકંદરે રાહત રહેશે. તા. ૨૩ આર્થિક લાભ થાય. તા. ૨૪ શુભમય દિવસ. તા. ૨૫ મિલન-મુલાકાત સફળ થાય. તા. ૨૫ લાભકારક દિવસ.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. ઘરના-બહારના તમામ પ્રશ્નોમાં આપને અનુકૂળતા રહેશે. વ્યક્તિગત પ્રશ્નો, મહત્ત્વાકાંક્ષા હશે તો તે અવશ્ય પૂર્ણ થશે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. વ્યવસાયિક યશ, પ્રતિષ્ઠા વધશે. માત્ર વાહનથી સંભાળવું હિતાવહ જણાય છે. તા. ૨૦, ૨૧, ૨૨ એકંદરે રાહત જણાશે. તા. ૨૩, ૨૪ સાનુકૂળતા વધશે. તા. ૨૫ સામાન્ય દિવસ. તા. ૨૬ બપોર પછી રાહત જણાય.

કન્યા (પ.ઠ.ણ.)

સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપને સર્વ પ્રકારે રાહત જણાય તેવા યોગો છે. આર્થિક પ્રશ્નોમાં પણ ઘણી રાહત થશે. લેણાં નિકળતાં નાણાં મળવાની સંભાવના પણ ખરી જ. કોર્ટ-કચેરીને લગતા પ્રશ્નો હશે તો તેમાં પણ લાભ જણાય છે. યશ-પ્રતિષ્ઠા વધશે. અંતિમ દિવસોમાં શારીરિક પીડાથી સાચવવું. તા. ૨૦, ૨૧, ૨૨ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૩, ૨૪ આર્થિક લાભ થાય. તા. ૨૫, ૨૬ યશ-પ્રતિષ્ઠા મળે તેમ છે.

તુલા (ર.ત.)

સપ્તાહમાં એકંદરે આપને રાહત જેવું જણાશે. વ્યવસાયિક ક્ષેત્રે પણ ઘણી રાહત જણાશે. સ્નેહીઓ, શુભેચ્છકો, મિત્રો સાથે હળવા-મળવાનું થાય તેમ છે. તરુણો માટે સમય વિશેષ શુભ જણાય છે. અંતિમ દિવસોમાં નાણાંકીય વ્યવહારોમાં ખૂબ જ કાળજી રાખવી. ખોટું સાહસ ટાળવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૦, ૨૧, ૨૨ એકંદરે રાહત જણાશે. તા. ૨૩, ૨૪ મિલન મુલાકાત શક્ય બનશે. તા. ૨૫ નાણાંકીય દષ્ટિએ સંભાળવું. તા. ૨૬ મિશ્ર દિવસ.

વૃશ્ચિક (ન.ય.)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. શરૂઆતના દિવસોમાં સર્વ પ્રકારે સાનુકૂળતા જણાશે પરંતુ જેમ જેમ સમય-દિવસો વિતતા જાય તેમ તેમ દરેક રીતે સંભાળવું હિતાવહ બની રહેશે. અગ્નિથી ખાસ સાચવવું. નાનો મોટો પ્રવાસ થઈ શકે તેમ છે. તા. ૨૦, ૨૧, ૨૨ મિશ્ર અનુભવ થાય. તા. ૨૩ લાભ થાય. તા. ૨૪ સાનુકૂળતા વધશે. તા. ૨૫, ૨૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)

સપ્તાહના શરૂઆતના સમયગાળામાં આપને ઘણી જ રાહત અને માનસિક શાંતિનો અહેસાસ થશે. પરંતુ જેમ જેમ દિવસો વ્યતિત થશે તેમ તેમ ઉચાટ, ઉદ્વેગ, ચિંતા જેવું રહ્યા કરશે. સરકારી નોકરિયાતોને પણ સંભાળીને કામકાજ કરવું પડશે. પત્નીની ચિંતા રહેશે. ગૃહક્લેશથી સંભાળવું. તા. ૨૦, ૨૧, ૨૨ રાહત થશે. તા. ૨૩, ૨૪ દરેક રીતે સંભાળીને કામ કરવું હિતાવહ છે. તા. ૨૫ નુકસાનથી સંભાળવું. તા. ૨૬ બપોર પછી રાહત થાય.

મકર (ખ.જ.)

આ સમયગાળામાં આપના બધા જ દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. સરકારી તંત્રથી વિશેષ લાભ મળવાની શક્યતાઓ પણ ખરી જ. કોર્ટ-કચેરીના પ્રશ્નો હશે તો તેમાં પણ સફળતાની આશા રાખી શકાય. વિવાહ ઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. પ્રવાસ ટાળવો. તા. ૨૦, ૨૧, ૨૨ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૩ લાભ થાય. તા. ૨૪ શુભ દિવસ. તા. ૨૫ સારા સમાચાર મળે. તા. ૨૬ નોકરિયાત વર્ગને બઢતીના ચાન્સ.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં આપની દરેક મહેચ્છાઓ પૂર્ણ થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. તરૂણો માટે પણ સમય ઘણો જ શુભ જણાય છે. ગૃહસ્થી-દામ્પત્યજીવનમાં પણ સંવાદિતા-પ્રસન્નતા જળવાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. માત્ર અંતિમ દિવસોમાં ઘરના વડીલ વર્ગની તબિયતના પ્રશ્નો ઊભા થાય તેવા યોગો જણાય છે. તા. ૨૦, ૨૧, ૨૨ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૩, ૨૪ શુભ દિવસો. તા. ૨૫, ૨૬ વડોલીની ચિંતા રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપને સર્વ પ્રકારે લાભ થાય તેવા યોગો જણાય છે. પતિ, પત્ની બન્નેનો ભાગ્યોદય થાય તેવા શુભ યોગોને નકારી શકાય તેમ નથી. ઘરના તરૂણોના પ્રશ્નો પણ ઉકેલાય જાય તેમ છે. અંતિમ દિવસોમાં પ્રવાસ ટાળવો અને વડીલોની તબિયતની વિશેષ કાળજી રાખવી. તા. ૨૦, ૨૧, ૨૨ સર્વ પ્રકારે શુભ દિવસો ગણાય. તા. ૨૩, ૨૪ ભાગ્યોદય થશે. તા. ૨૫ શુભ સમાચાર મળે. તા. ૨૬ ઘરના વડીલ વર્ગની ચિંતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here