પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે, ખતરાની ઘંટીઃ યુએન

 

યુએનઃ પૃથ્વી એટલી ગરમ થઇ રહી છે કે એક દાયકામાં તાપામન એટલી હદે ઉછળશે કે તે ગરમીની તે સપાટી વટાવી જશે જ્યાં તાપમાનને પહોંચતું અટકાવવા વિશ્વ નેતાઓ ઇચ્છતા હતા એમ આજે પ્રગટ થયેલા યુનાઇટેડ નેશન્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, જેને યુએન દ્વારા માનવ જાત માટે એક લાલ સિગ્નલ સમાન ગણાવવામાં આવ્યો છે. આ અહેવાલના એક સહ-લેખિકા લિન્ડા મર્ન્સે જણાવ્યું હતું કે ક્યાંય ભાગવાની પણ જગ્યા નહીં રહે, સંતાવાની પણ જગ્યા નહીં રહે. જો કે વૈજ્ઞાનિકોએ સંપૂર્ણપણે સૌથી ખરાબ એવી હવામાન દુર્ઘટનાઓની શક્યતાઓ દર્શાવવાથી થોડા બચીને થોડી રાહત આપી હતી.

આગામી એક દાયકામાં, એટલે કે ૨૦૩૦ સુધીમાં પૃથ્વીના તાપમાનમાં ૧.૫ ઓ ઘ્નો વધારો થશે અને ત્યાર બાદ, ખૂબ જ ઝડપથી તાપમાનમાં ૧.૬ ડીગ્રીનો વધારો નોંધવામાં આવશે અને આગામી ૧૦૦ વર્ષમાં વધારો ઘટીને ૧.૪ ડીગ્રી સુધી આવી જશે. આમ ગ્લોબલ વોર્મિંગ આગાહી થઈ એનાથી એક દાયકા વહેલું થવાની ચેતવણી અપાઇ છે.

આ સત્તાવાર ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ(આઇપીસીસી)ના હેવાલમાં હવામાન પરિવર્તનને સ્પષ્ટપણે માનવની પ્રવૃતિઓના કારણે અને નિર્વિવાદ બાબત ગણાવી હતી અને તેણે ૨૧મી સદી માટે તેના કરતા વધુ ગરમ હવામાનની આગાહીઓ કરી હતી જે આગાહીઓ તેણે ૨૦૧૩ના વર્ષમાં કરી હતી. ભવિષ્યમાં કેવી સ્થિતિઓ સર્જાશે તે એના પર આધાર રાખે છે કે આપણે કાર્બન ઉત્સર્જનમાં કેટલો કાપ મૂકીએ છીએ.

૨૦૧૫ના પેરિસ સમજૂતિમાં વિશ્વ નેતાઓ એ બાબતે સહમત થયા હતા એ ૧૯મી સદીના અંતભાગે જે તાપમાન હતું તેના કરતા તાપમાન વૃદ્ધિને ૧.પ ડીગ્રી સેલ્સિયસ જેટલી જ મર્યાદામાં વધવા દેવા પ્રયાસો કરીશું, પણ સ્થિતિ ત્યારબાદ વધુ બગડી છે અને ત્યારબાદ અત્યાર સુધીમાં જ વિશ્વ લગભગ ૧.૧ ડીગ્રી સેલ્સિયસ (૨ ડીગ્રી ફેરનહીટ) જેટલું ગરમ થઇ ગયું છે. જો ઔદ્યોગિકરણ પહેલાના સમય કરતા વિશ્વ બે ડીગ્રી સેલ્સિયસ કરતા પણ વધુ ગરમ થશે તો વધુ ખરાબ ગરમીના મોજાઓ, દુકાળો અને પૂર સર્જે તેવા સખત વરસાદની ઘટનાઓ સર્જાશે એમ આ અહેવાલમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here