અમદાવાદમાં લક્ઝુરીયસ એપા., ક્લાસિક વોચીસ, જ્વેલસનો ફેશન શો

 

અમદાવાદઃ સામાન્ય રીતે  ફેશન શોમાં મોડલ્સ એક  સરખી લાઇનમાં ચાલીને વસ્તુઓનું પ્રદર્શન કરતી હોય છે, જ્યારે અમદાવાદમાં યોજાયેલ આ વિશિષ્ટ ફેશન શોમાં મોડેલ્સને સ્ક્રીપ્ટ પ્રમાણે વસંતનું આગમન, પ્રસંગોની ઉજવણી, નવરાત્રી જેવા તહેવારની ઉજવણી લગ્નમાં કન્યાને ચોરીમાં લઈ આવવી જેવા પ્રસંગોની આગવી રીતે રજૂઆત  કરવામાં આવી હતી. યુનિક કહી શકાય એવા આ ફેશન શોમાં એક સુંદર  લક્ઝ્યુરીયસ બ્રાન્ડ પોતાનો અનોખો શો રજૂ કરે તે નોંધપત્ર રહ્યું હતું.

મેરીગોલ્ડ વોચીસ અને જેકેરંડા જવેલર્સ જે બંને લક્ઝ્યુરીયસ બ્રાન્ડ છે તેનું આવનારી ઋતુઓ પ્રમાણે જે ટ્રેન્ડ રહશે તે પ્રમાણેનો કલર સ્કીમ મુજબ અવનવા પ્રકારની વોચ અને જેવેલરીનું પ્રદર્શન થયુ. આ શો ફેશન શો કરતા ખુબ અલગ પ્રકારે યોજાયો હતો.

મેરી ગોલ્ડના સીઈઓ અને ફાઉન્ડર શિલ્પા ચોકસીએ જણાવ્યું કે જ્યારે કોઈ અદ્ભૂત પ્રસંગે મહિલાઓ જ્વેલરી પહેરતી હોય અને કોઈ ભવ્ય પ્રસંગની અંદર મહાલતી  હોય તે પ્રકારના માહોલ અહીં ઉભો થયો હતો. ફેશન શો એટલે સ્ટેજ પર મોડલ્સ આવી એક સરખી જ્વેલરી બતાવે, પરંતુ આ પ્રથમ વખત  અમદાવાદમાં પ્રોપર્ટીમાં ફેશન શો યોજાયો હતો. જેમાં રેમ્પ પર ચાલતી મહિલાઓની સાથે સાથે અહીં સ્કિટ અને નાટ્યરૂપાંતર કરીને જુદી જ રીતે ફેશન શો થયો હતો. જેમાં સ્કિટની સાથે સાથે ફેરફૂદરડી ફરતી મહિલાઓ જોવા મળી હતી તેમને પહેરેલી આ બન્ને બ્રાન્ડ્સની જ્વેલરીને લોકો જોયા બાદ મંત્રમુગ્ધ થયા હતા. ૨૦૨૨ના વર્ષમાં નવા પોશાક, નવી થીમ લોકોનો બદલાતો ટેસ્ટ, નવી ફેશનને ધ્યાનમાં રાખી આ બ્રાન્ડ્સે તેમનું કલેક્શન લોન્ચ કર્યું હતું.