પોકસો  કાનૂનમાં પરિવર્તન  અંગેનો ખરડો સંસદના ચોમાસુ સત્રમાં પસાર કરાવવા માટે તૈયારી થઈ રહી છે..

0
1036
Reuters

પોકસો કાનૂનમાં હવે છોકરા અને છોકરીનો ભેદભાવ નાબૂદ કરવામાં  આવશે.પોકસો કાનૂનમાં સુધારા સંબંધિત ખરડાને સંસદના ચોમાસુ સત્રમાં મંજૂરી મળવાની શક્યતા છે. આ ખરડામાં 12 વરસની ઉંમર સુધીના બાળકો સાથે બળાત્કાર કે કુકર્મ કરનારા અપરાધીને મોતની સજા કરવાની જોગવાઇ કરવામાં આવી છે. નાના બાળકો પર રહેલા આવા અમાનુષી કૃત્યોના અપરાધ માટે પોકસો – પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન્સ ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સિસમાં ફેરફાર કરવા માટેનો વટહુકમ અગાઉ આવી ચુક્યો છે. ભારત દેશમાં હાલમાં નાના બાળકો(છોકરાઓ)  વિરુધ્ધ યૌન શોષણના અપરાધના કિસ્સાઓ વધી રહ્યા છે. તેથી મહિલા અને બાળવિકાસ મંત્ર્યાલયે વટહુકમ બાદ હવે ચોમાસુ સત્રમાં રજૂ થનારા કાનૂની બિલમાં ફેરપાર કરીને લિંગ સમાનતાનો પ્રસ્તાવ લાવવાની માગણી કરી છે. પોકસો એકટમાં સંશોધન કરીને 16 વરસથી ઓછી વયના બાળકો પર રેપના મામલામાં 10 વરસની ન્યૂનતમ સજા વધારીને 20 વરસની કરવામાં આવી છે. દુષ્કર્મના કિસ્સામાં સુનાવણી 3 મહિનામાં અને અપીલ 6 મહિનામાં પતાવવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવમાં એવી પણ જોગવાઈ છેકે 12 વરસથી ઓછી વયના છોકરા કે છોકરી ઉપર રેપ કે દુષ્કૃત્ય કરનારા દોષિતને મોત ઉપરાંત ન્યુનતમ 20 વરસની જેલ અથવા આજીવન કારાવાસની સજા આપી શકાશે. અપરાધીને દંડ એટલો ફટકારવામાં આવશેકે જેના કારણે પીડિતને સારવાર અને પુર્નવસનમાં સહાયતા પ્રાપ્ત થાય.

  બાળ અધિકારો માટે કાર્ય કરતી સંસ્થા ક્રાઈના જણાવ્યા અનુસાર,ભારતમાં છેલ્લા એક દાયકાના સમયગાળામાં સગીરો વિરુધ્ધ અપરાધોમાં 500 ટકાનો વધારો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here