જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ (તા. 26 જાન્યુઆરી 2024 થી તા. 01 ફેબ્રુઆરી 2024 સુધી)

 

મેષ (અ,લ,ઈ)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે છતાં મકાન-મિલકતને લગતા પ્રશ્નો માટે હજી સમય વિશેષ સાનુકૂળ જણાતો નથી. સંતાનના પ્રશ્નો હશે તો તેનું નિરાકરણ આવતાં અવશ્ય રાહતનો અનુભવ થશે. તબિયત સારી રહેશે. મિલન-મુલાકાત શક્ય બનશે. નાણાકીય લેવડદેવડમાં સંભાળવું. વડીલોની તબિયતની ચિંતા રહે. એકંદરે રાહત જણાશે.

 

વૃષભ (બ,વ,ઉ)

આનંદ અને આશાવાદ જ આપને આ સપ્તાહમાં માનસિક શાંતિ આપી શકશે. મન મજબૂત રાખી મનોબળ ટકાવી રાખશો તો અટવાયેલાં કાર્યો અવશ્ય પૂરાં કરી શકશો. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાશે. સ્થાવર-જંગમ મિલકતના પ્રશ્નો માટે સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ ટાળવો. સામાન્ય દિવસો રહેવા પામશે.  

 

મિથુન (ક,છ,ધ)

આ સમયગાળામાં આપને સુખ તથા દુઃખ, અનુકૂળતા અને પ્રતિકૂળતાના મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. મકાન કે મિલકતને લગતા પ્રશ્નોમાં ઉકેલ ઘણા પ્રયાસો બાદ મેળવી શકશો. ગૃહજીવનમાં એકંદરે સંવાદિતા રહેશે. જીવનસાથીનો સહકાર વધે તેમ છે. નિરાશાજનક વલણ ત્યજી દેજા. આરોગ્ય જળવાશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. 

 

કર્ક (ડ,હ)

આ સમયગાળામાં કૌટુંબિક બાબતો માટે સમય સાનુકૂળ જણાતો નથી. સ્વજનો સાથે મતભેદ સાથે મનદુઃખના પ્રસંગો ઊભા થવાની શક્યતાઅો ખરી જ. આરોગ્ય જળવાઈ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ઉકેલી શકશો. મકાન-મિલકતને લગતા પ્રશ્નો માટે સમય સાનુકૂળ જણાતો નથી. વ્યાવસાયિક કામગીરી માટે સમય શુભ છે. 

 

સિંહ (મ,ટ)

નોકરિયાત વર્ગ માટે આ સમય મધ્યમ જણાય છે. આ ક્ષેત્રના કોઈ પ્રશ્નો હશે તો હજી પરિસ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના ખરી જ. ધંધાકીય બાબતોમાં પણ સંભાળીને કાળજીપૂર્વક નિર્ણયો લઈને ચાલશો તો નુકસાન અોછું થશે. મકાન-મિલકત તથા વાહનોના પ્રશ્નમાં હજી માનસિક અશાંતિ રહેશે. નાના-મોટા પ્રવાસ થઈ શકે તેમ છે. 

 

કન્યા (પ,ઠ,ણ)

નોકરિયાત વર્ગ માટે આ સપ્ïતાહ શુભ ફળદાયી પુરવાર થાય તેમ છે. આ ક્ષેત્રમાં એકંદરે સાનુકૂળતા સર્જાશે. તકલીફો હશે તો તે દૂર થશે. ઉપરી અધિકારીનો સાથસહકાર મળી રહેશે. ધંધાકીય બાબતોમાં વિશેષ ધ્યાન આપવું પડશે. ગ્રહજીવનમાં સંયમ અને સહનશીલતા રાખવાથી સંવાદિતા જળવાશે. વિદ્યાર્થીઅોએ અભ્યાસમાં ધ્યાન આપવું. 

 

તુલા (ર,ત)

નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેવા પામશે. મકાન-સંપત્તિ તથા મિલકતોના પડતર પ્રશ્નોનો નિકાલ આવતાં રાહત થશે. નોકરિયાતોને માટે વાતાવરણ હવે સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો તથા  બઢતીની તકો વધવા પામશે. આ સંદર્ભમાં આપના પ્રયત્નો ફળશે. કૌટુંબિક કાર્યો થઈ શકશે. 

 

વૃશ્ચિક (ન,ય)

આ સપ્તાહમાં આપ હરો-ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. ઉચાટ-ઉદ્વેગ જેવું સતત રહ્ના કરશે. નોકરિયાતોએ ખાસ સંભાળીને કામકાજ કરવું પડશે. જમીન, મકાન યા વાહનને લગતા પ્રશ્નો હશે તો તેમાં કંઈક રાહત જણાશે. આરોગ્ય સંભળજા. સ્વજનો સાથે મતભેદો ટાળવા જરૂરી છે. નાણાકીય પરિસ્થિતિ યથાવત્ જણાય છે. અશાંતિ, અજંપો રહેશે.

 

ધન (ભ,ધ,ફ,ઢ)

આપના અટકેલા લાભો આ સમયગાળામાં અવશ્ય મેળવી શકાશે. નોકરિયાત વર્ગને તેમની હાથ ધરેલી કામગીરીમાં સફળતા મળશે. હિતશત્રુઅો ફાવે તેમ નથી. ધંધાકીય બાબતો ગૂંચવાયેલી હશે તો તેનો ઉકેલ મળશે. જમીન, મકાન યા વાહનને લગતા પ્રશ્નોમાં પ્રગતિ થતી જાવાય. આરોગ્ય જાળવજા. પ્રવાસ ટાળવો. વડીલોના આરોગ્યની ચિંતા રહે.

 

મકર (જ,ખ)

વ્યાવસાયિક ક્ષેત્રે આ સપ્તાહમાં આપ સફળતા મેળવી શકો તેમ છો. મુશ્કેલીઅોનો અંત આવતાં રાહતની લાગણી અવશ્ય અનુભવી શકશો. નોકરિયાત વર્ગ માટે પણ સમય શુભ જણાય છે. પ્રમોશનની તક મળી શકે તેમ છે. લગ્નઇચ્છુક વ્યક્તિઅો માટે પણ સમય સાનુકૂળ તક જણાય છે. મિલન, મુલાકાત શક્ય અને સફળ બનશે. 

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સમયગાળામાં આપને એકંદરે રાહત રહેશે. નોકરિયાતોની મૂંઝવણો યા સમસ્યાઅો ઉકેલાતી જણાય. મહત્ત્વની વ્યક્તિનો સહકાર પણ મળે તેમ છે. પ્રમોશન અટકેલું હોય તો તે પણ મળી શકે. ધંધાકીય પરિસ્થિતિ માટે પણ ગ્રહમાન સાનુકૂળ જણાય છે. મકાન, જમીનને લગતા મહત્ત્વના પ્રશ્નો હાથ ધરવા હિતાવહ નથી. 

 

મીન (દ.ચ,ઝ,થ)

આ સમયગાળામાં આપ કોઈ મોટા લાભની આશા રાખી શકો તેમ નથી છતાં એકંદરે સપ્તાહમાં આપ રાહતની લાગણી અનુભવી શકશો. દામ્પત્યજીવનમાં પ્રેમભર્યું સંવાદિત વાતાવરણ બની રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ ટાળવો. વડીલોના આરોગ્યની ચિંતા રહે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. સામાન્ય દિવસો પસાર તેવા અણસાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here