EB-5 રિજનલ સેન્ટર પ્રોગ્રામ ઇચ્છતા ઇન્વેસ્ટર્સ માટે સારા સમાચાર

0
693

 

EB-5 રિજલન સેન્ટર પ્રોગ્રામ અંગેનો “EB-5 રિફોર્મ એન્ડ ઇન્ટગ્રીટી ઍક્ટ ઑફ 2022” ખરડો તૈયાર થયો છે, તે અમેરિકામાં ઇન્વેસ્ટર તરીકે ઇમિગ્રેશન કરવા માગનારા લોકો માટે તથા જૂન 2021થી હજારો પરિવારો આ માટેની રાહ જોઈને બેઠા છે તેમના માટે સારા સમાચાર છે.

EB-5 ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ગણાતા સીબીએમ રિજનલ સેન્ટર્સ અન્ય સાથે મળીને 2015થી રિઓથોરાઇઝેશન માટે પ્રયત્નશીલ છે. સીબીએમના સીઈઓ પેટ હોગન લાંબા સમયથી IIUSAના બોર્ડ મેમ્બર છે. આ સંગઠન EB-5 રિજનલ સેન્ટર પ્રોગ્રામ સાથે જોડાયેલું સૌથી મોટું સંગઠન છે અને તેમાં હોગન અગત્યની કામગીરી બજાવતા રહ્યા છે.

CMB હંમેશા એ સૂત્ર પર ચાલે છે કે ઇન્વેસ્ટર્સની કાળજી લેશો તો તેને અને આપણને બંનેને ફાયદો થશે. EB-5 માટેના ખરડામાં અગત્યની એવી ઇન્ટગ્રિટી અને ટ્રાન્સપરન્સી માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. તેના કારણે EB-5 પિટિશનર્સની હજારો પેન્ડિંગ અરજીઓ છે તેમના પરિવારોને રાહત મળશે. આ પરિવારો અમેરિકામાં કાયમી વસાહત માટેની પ્રક્રિયામાં આગળ વધી શકશે.

નવા ખરાડમાં શું જોગવાઈ છે તે હાલના અને પ્રોગ્રામમાં ભવિષ્યમાં જોડાવા માગતા ઇન્વેસ્ટરે સમજી લેવી જોઈએ:

  • રિજનલ સેન્ટર પ્રોગ્રામ 30 સપ્ટેમ્બર, 2027 (5.5 વર્ષ) સુધી રિઓથોરાઇઝ થશે.
  • જે ઇન્વેસ્ટરની ફાઇલમાં I-526 હશે તેમને અને 30 સપ્ટેમ્બર, 2026 પહેલાં I-526 પિટિશન ફાઇલ કરનારા ઇન્વેસ્ટર તમામના ‘ગ્રાન્ડફાધરિંગ’નો સમાવેશ ખરડામાં કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ ફરી બંધ થઈ જાય તો પણ આ ઇન્વેસ્ટર્સ EB-5 પ્રોસેસ પૂર્ણ કરી શકશે.
  • નવું ઓછામાં ઓછા રોકાણનું ધોરણ $1.05 મિલિયનનું રહેશે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં અને બહુ બેકારી હોય તેવા વિસ્તારમાં રોકાણ કરવાનું હોય તો તે ઘટીને $800,000 સુધીનું થઈ શકશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હશે તો પણ આટલું ઓછું રોકાણ ચાલશે.
  • રોકાણનું નવું ધોરણ તરત લાગુ પડી જશે, પરંતુ 60 દિવસ સુધી સત્તાવાર રીતે રિઓથોરાઇઝ નહીં થાય એટલે ઇન્વેસ્ટર્સ નવી પિટિશન્સ ફાઇલ કરી શકશે નહીં.
  • 1 જાન્યુઆરી, 2027થી દર વર્ષે ફુગાવાને ધ્યાનમાં રાખીને લઘુતમ રોકાણની રકમમાં ફેરફાર થતો રહેશે.
  • રુરલ પ્રોજેક્ટ તરીકે માન્ય થાય તેવા પ્રોજેક્ટસ માટે 20% વીઝા અપાશે, ઊંચી બેરોજગારી હોય તેવા વિસ્તારો માટે 10% વીઝા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે 2% વીઝા અપાશે.
  • અમેરિકામાં જ હોય તેવા ઇન્વેસ્ટર્સ I-526 અને એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ (I-485) પિટિશન એક સાથે ફાઇલ કરી શકશે.

રોકાણ કરવા માગતા ઇન્વેસ્ટર્સ પાસે સંભવિત રોકાણની તક માટે 60 દિવસનો સમય છે. સાથે જ કયા ઇમિગ્રેશન એટર્ની પાસે કામ કરાવવું તે પણ તમારે આગામી 60 દિવસમાં નક્કી કરી લેવું જોઈએ, જેથી કયા રિજનલ સેન્ટરમાં અને કેવા પ્રોજેક્ટમાં રોકાણ કરવું છે તે નક્કી કરી શકાય. EB-5 ઇન્વેસ્ટર્સ અને તેમના પરિવાર સાથે કામ કરવાનો CMBને 20 વર્ષનો અનુભવ છે. 103 દેશોના 6,000 ઇન્વેસ્ટર્સે CMBની પસંદગી કરી છે, જે 78 જુદી જુદી ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશીપ ધરાવે છે અને 100% પ્રોજેક્ટ એપ્રૂવલ રેટ ધરાવે છે.

CMB પાસે EB-5 અંગેના એવા પ્રોજેક્ટ્સ છે, જે નવા કાયદા પ્રમાણે શક્ય બને, જેમાં ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ માટે લીઝ માટેની ફેસિલીટી તૈયાર કરવાનો સમાવેશ થાય છે.

આ માહિતી CMB ટીમ પાસેથી cmbeb5visa.com પરથી મળેલી છે અને ખાસ નોંધવું કે NPZ Law Groupના એટર્નીઝ તેમાં વ્યક્ત થયેલા અભિપ્રાયો સાથે સહમત હોય તેવું જરૂરી નથી.

અમેરિકામાં ઇમિગ્રેશન અને વીઝા માટે આ પ્રકારની માહિતી અને માર્ગદર્શન માટે તમે NPZ Law Groupના લૉયર્સ અને એટર્નીઝનો સંપર્ક કરી શકો છો. ઇમેઇલ કરો – [email protected] – પર અથવા આ નંબર પર કોલ કરો – 201.670.0006 (x104). વધુ માહિતી માટે જુઓ અમારી વૅબસાઇટ www.visaserve.com.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here