USમાં પ્લેનમાં કોરોના વેક્સિનની ડિલીવરી શરૂ,  વેક્સિન ૯૫ ટકા અસરકારક હોવાનો દાવો

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વેક્સિનના વિતરણ માટે ચાર્ટર ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. યુનાઇટેડ એરલાઇન્સના વિમાનમાં ફાઇઝરની કોરોના વેક્સિનને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ ફાઇઝરે કહ્યું હતું કે, તેમની કોરોના વેક્સિન ૯૫ ટકા અસરકારક છે. ફાઇઝર કંપનીની યોજના પ્રમાણે, અમેરિકામાં વેક્સિનેશન સેન્ટરની બિલકુલ નજીક સુધી ફ્લાઇટ્સ દ્વારા જ વેક્સિનની ડિલીવરી કરવામાં આવશે. જો કે, ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી વેક્સિનેશન સેન્ટર સુધી વેક્સિન પહોંચવામાં ત્રણ દિવસ સુધીનો સમય લાગી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે, ફ્લાઇટ્સ દ્વારા વેક્સિન મોકલવી એ ગ્લોબલ સપ્લાઇ અને ડિસ્ટ્રીબ્યુશન માટે એક મહત્ત્વની તૈયારી છે. આશા છે કે, ડિસેમ્બરના અંત સુધીમાં અમેરિકામાં વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ટૂંક સમયમાં જ વેક્સિનને મંજૂરી આપી શકે છે. 

વેક્સિનની સપ્લાય માટે યુનાઇટેડ એરલાઇન્સને વધુ પડતો બરફ રાખવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. ફાઇઝરની વેક્સિનને -૭૦ ડિગ્રી સેલ્સિયસમાં રાખવી પડે છે. વેક્સિનની સપ્લાય માટે ફાઇઝરે સૂટકેસ આકારનું બોક્સ તૈયાર કર્યું છે. જેમાં સુકા બરફ સાથે વેક્સિનને રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here