બાબા રામદેવે કોરોના યોદ્ધાઓનું અપમાન કર્યું છે :  કેનિ્દ્રય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન

 

નવી દિલ્હીઃ ‘એલોપેથી’ પર બોલનાર બાબા રામદેવને પત્ર લખીને નિવેદન પાછું લેવાનું કહેતાં દેશના આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, બાબા રામદેવે કોરોના યોદ્ધાઓનું અપમાન કર્યું છે. દેશવાસીઓને કોરોનાથી બચાવવા માટે રાત-દિવસ ખડેપગે રહેતા તબીબો, આરોગ્ય કર્મીઓ દેવતુલ્ય છે. બાબા રામદેવના નિવેદને દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, તેવું તેમણે ઉમેર્યું હતું. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) તરફથી પણ એલોપેથીને મુર્ખ વિજ્ઞાન કહેવા બદલ યોગગુરુને કાનૂની નોટિસ મોકલાઈ છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશન (એફઆઈએમએ) એ પણ કાનૂની નોટિસ આપતાં જણાવ્યું હતું કે, રામદેવના દાવા નિરાધાર અને વિવેકહીન છે. બીજીતરફ, પતંજલિ યોગપીઠે આરોપો નકારી દીધા હતા.

સત્ય હંમેશાં નિર્ભય રહે છેઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કથિત કોવિડ ટૂલકિટ અંગેની ફરિયાદને મામલે તપાસ સંબંધે ટ્વિટર ઈન્ડિયાને દિલ્હી પોલીસે નોટિસ મોકલ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે સત્ય હંમેશાં નિર્ભય રહે છે.

પોલીસની બે ટુકડીએ દિલ્હી અને ગુરગાંવસ્થિત ટ્વિટરના કાર્યાલય પર દરોડા પાડ્યા બાદ કોંગ્રેસે સોમવારે આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસ દ્વારા લેવામાં આવેલું આ કાયરતાપૂર્ણ પગલું હતું જે ભાજપના નેતાઓના બનાવટી ટૂલકિટ પર પડદો પાડવાના નબળા પ્રયાસ છે.

કથિત કોવિડ ટૂલકિટ અંગેની ફરિયાદને મામલે તપાસ સંબંધે દિલ્હી પોલીસના વિશેષ એકમે સોમવારે ટ્વિટર ઈન્ડિયાને નોટિસ પાઠવી હતી અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા કરવામાં આવેલા સંબંધિત ટ્વિટને ક્યા આધારે મેન્યુપ્લેટેડ મીડિયામાં વર્ગીકૃત કરવામાં આવ્યું તેની માહિતી આપવા જણાવ્યું હતું.

ભાજપે આક્ષેપ કર્યો હતો કે કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવામાં દેશ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા કોંગ્રેસે ટૂલકિટ બનાવી છે. જોકે, કોંગ્રેસે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે કોંગ્રેસને બદનામ કરવા ભાજપ બનાવટી ટૂલકિટનો પ્રચાર કરી રહ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here