કોર્પોરેટ ઇમિગ્રેશન પોલિસી કેવી રીતે કામ કરે છે? કંપની પોતાના કર્મચારી માટે શું ચૂકવી શકશે?

એચ-વન બી જેવા કેટલાક વિઝા માટે રોજગારદાતાઓને એટર્ની ફી અને ફાઈલિંગ ફી ચૂકવવાની જરૂર પડતી હોય છે. જ્યારે કેટલાક ઇમિગ્રન્ટ વિઝામાં રોજગારદાતાઓએ ભ્ચ્ય્પ્ લેબર સર્ટિફિકેશનના કેસમાં તમામ ફી ચૂકવવી પડતી હોય છે. રોજગારદાતાઓ પોતાના કર્મચારીઓને સ્પોન્સર કરતા હોય છે ત્યારે તેમને વિદેશી નાગરિકોની ફી ચૂકવવી પડે છે, જેમાં ઇમિગ્રન્ટ વિઝા માટે મેડિકલ પરીક્ષા, આઇ-765 અરજી (વિદેશી નાગરિકોના જીવનસાથી અને બાળકો માટે)નો સમાવેશ થાય છે. આઇ-539 પિટિશનો જીવનસાથી અને બાળકો માટે હોય છે જ્યારે કર્મચારી એચ-વનબી, ટીએન અથવા એલ દરજ્જો ધરાવતા હોય. ગ્રીનકાર્ડ માટે અરજી કરતી વખતે એલ એક્ઝિક્યુટિવ – મેનેજર માટે એટર્ની ફી – ફાઈલિંગ ફી ભરવી પડતી હોય છે.
રોજગારદાતા અથવા કર્મચારીએ શું ચુકવણી કરવી જોઈએ તે બાબતમાં સંસ્થાએ કેવી નીતિ ઘડવી જોઈએ તેનો કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી. કેટલાક ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ, નર્સો, આઇટી કર્મચારીઓ માટે રોજગારદાતાઓએ વધારે ખર્ચ ચૂકવવા પડશે.
ઇમિગ્રેશન લો પોલિસીના વિકાસ માટે કંપની ઇચ્છે તો નીચે મુજબની બાબતોનો સમાવેશ કરી શકે છેઃ
– થર્ડ પાર્ટી વિઝા પ્રોસેસિંગને મંજૂરી નથી, કારણ કે તેનો વધારે ખર્ચ થતો હોય છે.
– ક્લોબેક પોલિસીમાં કર્મચારીએ વિઝાની કિંમતનો કેટલોક હિસ્સો આપવો પડતો હોય છે, જો ચોક્કસ સમયમર્યાદામાં કર્મચારી રાજીનામું આપે.
– વિઝાધારકે કંપની માટે યોગ્ય પરફોર્મન્સ આપવું જરૂરી બને છે, જેથી રોજગારદાતાઓ તેમને સંતોષજનક વળતર આપી શકે છે.
– કંપની ક્યારે ગ્રીનકાર્ડ સ્પોન્સરશિપ આપશે તે વિશે સ્પષ્ટ નિર્દેશ હોવો જોઈએ.
– ક્યાં ક્યારે ઇમિગ્રેશન સ્પોન્સરશિપ માન્ય રાખશે તેનો નિયમ હોવો જોઈએ, યોગ્ય રોજગારના એક કે બે વર્ષ પછી તે ધ્યાનમાં રાખવું જોઈએ.
– ઇમિગ્રેન્ટ વિઝા માટે કર્મચારીની સ્પોન્સરશિપ કંપનીના નિર્દેશ મુજબ થવી જોઈએ.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો વધુ જટિલ બન્યા છે અને માનવસંસાધન વ્યવસાયી લેખે આ પ્રકારની જટિલતા સાથે કામ પાર પાડવાનું હોય છે. અને તે પણ રોજેરોજ, ત્યારે એનપીઝેડ લો ગ્રુપના ઇમિગ્રેશન વકીલો પાસે કોર્પોરેટ ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ ઇમિગ્રેશન પોલિસી છે. દરેક કંપનીની વિવિધ જરૂરિયાતો મુજબ તેને અનુસરવામાં આવે છે.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવકાક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો  સંપર્ક કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here