અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ઘટનામાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોએ કોઈ ચાર્જશીટ હજી દાખલ કરી નથી…

 

                          એનસીબીના સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત જૂન મહિનામાં જેનુંં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું તેની માટે કોઈ પણ ચાર્જશીટ હજી સુધી એજન્સીએ દાખલ કરી નથી. કેટલીક લિન્કની તપાસ ચાલી રહી છે. એનસીબીએ  ગત વરસમાં ઓગસ્ટ મહિનામાં સુશાંત સિંહ રાજપૂતના મામલે ડ્રગ્સ સાથે જોડાયેલા બે કેસ દાખલ કર્યા હતા. એનસીબીએ સુશાંત સિંહની પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચૌધરીની ધરપકડ કરી હતી. હાલ તો આ બન્ને જણા જામીન પર બહાર છે. એનસીબીએ ડ્રગ્સના મામલે નવોદિત અભિનેત્રી સારા અલી ખાન, શ્રધ્ધા કપુર, દીપિકા પદુકોણ, રકુલ પ્રીત સિંહ, સહિત બોલીવુડ સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. સીબીઆઈની તપાસનું શું થયું, એની તપાસ કયા તબક્કે પહોંચી છે એ અંગે હજી કશી સ્પષ્ટતા કરવામાં આવી નથી. સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર જયંતી શાહ, દીપેશ સાવંત. સેમ્યુઅલ મિરાંડા જેવા સુશાંત સિંહના અન્ય કર્મચારીઓના નામ પણ આવ્યા હતા. દરેક વ્યક્તિની પૂછપરછ કરી હતી, પણ હજી કશી નક્કર માહિતી કે તપાસની વિગતો જાહેર થઈ નથી.

1 COMMENT

  1. CEO of Film producers

    Subject of death of Shushant sigh

    you have very poor monuments and corrupter dept. is very good artist just like Dilip Kumar, but some of film starts make them in depression because he not getting proper treatment in began with in film like, because all are jealous of him

    please do in details discovery as soon as possible.

    all film institutes have handle by equal right, not monopoly by Karan Johar, or khan,

    every one pass exam and everyone has tittle to get theater on timely manner, so no exssues, ,

    it is handled by Sami gob governments by code of conduct level,

    My email is [email protected]. I am USA Govt Sr. Officer.

    I am very upsent about this subject, why is take too long ? every case has to time limitation to process it

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here