ચીનમાં વુહાન ખાતેની ભારત- ચીન વચ્ચેની શિખર પરિષદમાં કોઈ કરાર નહિ કરાય, કોઈ સંયુક્ત યાદી જારી નહિ થાય-

0
930

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ ફગ આ સપ્તાહમાં યોજાનારી ચીન- ભારત શિખર પરિષદમાં પરસ્પર વિશ્વાસ સ્થાપિત કરવા તેમજ બન્ને દેશો વચ્ચે વિલંબમાં પડેલા કેટલાક મુદા્ઓ બાબત સમાધાન કરવા માટે સહમતિ ઊભી  કરવા પ્રયાસો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય ચીનના વુહાન સહેરમાં યોજાનારી બિનઔપચારિક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આગામી 29મી એપ્રિલે ચીન પહોંચશે. ચીનના વિદેશમંત્રી કોંગ જુઆન યુએ શિખર પરિષદ અંગે મિડિયાને માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, આ પરિષદમાં બન્ને નેતાઓ દ્વારા કોઈ સમજૂતી કે કરાર પર હસ્તાક્ષર કરવામાં નહિ આવે. બન્નેને પરંતું લાંબા સમયગાળાથી વિલંબમાં પડેલી કેટલીક બાબતો પરત્વે સમાધાન શોધવા માટે પરસ્પર સહમતિ સાધવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ પ્રકારનું શિખર સંમેલન બે દેશો વચ્ચે પહેલીવાર યોજવામાં આવી રહ્યું છે. બન્ને નેતાઓ અતિ મહત્વપૂર્ણ  બાબતો વિષે અનૌપચારિક રીતે સહજ તા અને આત્મીયતાથી ચર્ચા કરશે . પરસ્પર એકમેક પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ રચવા માટે અને મતભેદોનું સમાધાન શોધવા માટે સહમતી સાધવા મંત્રણા કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ડોકલામ પ્રકરણ વિશ્વાસની કમીને કારણે સર્જાયું હતું. બન્ને દેશો વચ્ચે સીમા-વિવાદના નિરાકરણ માટે સૌપ્રથમ વિશ્વાસની ભાવના રાખવાનું શક્ય બને તે અનિવાર્ય છે. ચીનના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, બન્ને નેતાઓ પાસે પોતીકી રણનીતિ અને દ્રષ્ટિ છે. તેમનું દેશ પ્રત્યે ઉત્તરદાયિત્વ છે.. બન્ને નેતાઓ પોતાની પ્રજાનું વ્યાપક સમર્થન ધરાવે છે. બન્ને નેતાઓએ ભારત અને ચીનના સંબંધો મહત્વના હોવાનું માને છે. તેમણે આ પારસ્પરિક સંબંધોને આગળ વધારવા માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. બન્ને નેતાઓએ એકમેકના દેશનો અનેકવાર પ્રવાસ પણ કર્યો છે. બન્ને  વુહાનમાં બે દિવસ સાથે રહેશે.ચીનના વિદેશમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે,આ પ્રથમવાર યોજાઈ રહેલી શિખર પરિષદ રાખવામાં આવી રહેલી અપેક્ષાઓની પૂર્તિ કરવાની આશા જન્માવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here