એચએબી બેન્ક દ્વારા ન્યુ જર્સીમાં ઉપભોક્તાઓ માટે ગાલા ડિનરનું આયોજન

એચએબી બેન્કના સીઈઓ સલીમ ઇકબાલ અને વાઇસ પ્રેસિડન્ટ-બ્રાન્ચ મેનેજર ગિરીશ વઝીરાની.

ન્યુ યોર્કઃ અમેરિકાની સૌથી જૂની અને વિશાળ સાઉથ એશિયન અમેરિકન બેન્ક એચએબી બેન્ક દ્વારા 16મી ફેબ્રુઆરી, શુક્રવારે પોતાના ઇઝલિન બ્રાન્ચના માનવંતા ગ્રાહકો માટે ન્યુ જર્સીના સમરસેટમાં ધ મેરીગોલ્ડમાં ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગાલા ડિનરમાં લગભગ 300થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોનો સમાવેશ થતો હતો. પોતાના આવકાર પ્રવચનમાં એચએબી બેન્કના પ્રેસિડન્ટ અને સીઈઓ સલીમ ઇકબાલે આમંત્રિત મહેમાનોનો તેઓના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય લઈને આવવા બદલ આભાર માન્યો હતો.
ગાલા ડિનરનું આયોજન એચએબી બેન્ક દ્વારા સમુદાયને 35 વર્ષ સુધી આપેલી સેવા બદલ કરવામાં આવ્યું હતું. ઇકલાબે પોતાના પ્રવચનમાં સાઉથ એશિયન સમુદાયનો ઇતિહાસ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સન 1820થી આવેલા સાઉથ એશિયન સમુદાયની હાજરી વિશેની વાતો કરી હતી.

સાઉથ એશિયન સમુદાયે વિવિધ ક્ષેત્રોમાં અને ઉદ્યોગક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા અદા કરી છે, જેમાં સિલિકોન વેલીમાં સોફટવેર પાયોનિયરથી લઈને મુખ્ય પ્રવાહના રાજકારણ, શૈક્ષણિક, ટીવી-ફિલ્મોના સફળ કલાકારોનો સમાવેશ થાય છે.
ઇકબાલે સાઉથ એશિયન મૂળના કેટલાક ઉદ્યોગપતિઓ વિશે ઝાંખી કરાવી હતી, જેઓ અમેરિકાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યા છે અને અમેરિકાને ઘર તરીકે સ્વીકાર કર્યો છે. 1983માં એચએબી બેન્કની સ્થાપનાથી લઈને હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વિશાળ સાઉથ એશિયન અમેરિકન બેન્ક ગણાય છે.

ઇકબાલે એચએબી બેન્કની સફળતા અને વિકાસને પોતાના સમર્પિત કર્મચારીઓ અને ગ્રાહકોને આભારી ગણાવી હતી.
મલ્ટિપલ મિડિયા આઉટલેટ, જેવાં કે એઆરવાય ડિજિટલ, ટીવી એશિયા, ટીવી નાઇન, ઇન્ડિયા લાઇફ એન્ડ ટાઇમ્સ, દેશી ટોકે ગાલા ડિનરનું કવરેજ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here