અમેરિકન કંપની H-1B વીઝા પ્રોગ્રામ હેઠળ ચોક્કસ કામગીરી માટે નોન-ઇમિગ્રન્ટ્સને નોકરીએ રાખી શકે છે. ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA) હેઠળ આવા ણ્-૧ગ્ વર્કરને સ્થાનિક પગારધારણ કરતાં વધારે પગારો આપવા પડે, જેથી અમેરિકન વર્કર્સને નુકસાન ના થાય. વિદેશી કર્મચારીને H-1B વીઝા પર નોકરીએ લેતા પહેલાં ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (DOL) પાસેથી મંજૂરી લેવાની હોય છે. ખૂબ ઊંચા જ્ઞાનની જરૂર પડે તથા બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર પડે તેવી કામગીરીને વિશેષ કામગીરી ગણવા માટેની વ્યાખ્યા કરવામાં આવી છે. કંપનીએ ણ્-૧ગ્ વીઝાધારકને નોકરીએ રાખતા પહેલાં DOL (શ્રમ વિભાગ) પાસેથી લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) કરીને મંજૂરી મેળવી લેવી જરૂરી છે.
LCA તૈયાર કરવામાં અને તેના નિયમો સમજવામાં કંપનીએ ખૂબ કાળજી લેવી જોઈએ. જાણ્યે કે અજાણ્યે LCA ખોટી માહિતી આપવી, ખોટા સપોર્ટિંગ દસ્તાવેજો રજૂ કરવા, અથવા અન્યને તે માટે સહાય કરવી કે સલાહ આપવી તેને ફેડરલ ગુનો ગણવામાં આવે છે, જેના માટે પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ અથવા બંને થઈ શકે છે. LCA ગેરરીતિ કે ફ્રોડના કારણે LCA ૯૦૩૫ આધારે પણ સજા થઈ શકે છે.
LCA માટેની નોટિસ ક્યાં અને ક્યારે લગાવવી જોઈએ?
LCA માટે એવી નોટિસ આપવાની જરૂરિયાત એવી છે કે પોતે નોન-ઇમિગ્રન્ટ્સને નોકરીએ રાખવા માગે છે. LCA દાખલ કરવામાં આવી છે તેની નોટિસ જાહેર સ્થળે દર્શાવવી જરૂરી છે. જે જગ્યાઓ ભરવાની હોય તેના માટે કલેક્ટિવ બાર્ગેનિંગ પ્રતિનિધિ હોય ત્યારે તેને જરૂરી બધી વિગતો અને દસ્તાવેજો સાથે LCA નકલ આપવાની હોય છે.
બાર્ગેનિંગ પ્રતિનિધિ ના હોય ત્યારે અન્ય બે રીતે નોટિસ પ્રદર્શિત કરવી જરૂરી છે. કામની જે જગ્યાએ H-1B કર્મચારીની ભરતી થવાની હોય તે સ્થળે સ્પષ્ટ રીતે નજરે ચડે તેવી બે જગ્યાઓ પર LCA ફાઇલ કર્યાની નોટિસ લગાવવી પડે. નોટિસ જાહેર કરવાની બીજી રીત ઇલેક્ટ્રોનિક રીતે છે. કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને તથા કંપની કાર્યરત હોય ત્યાં તે જગ્યાના માલિક કે તે જગ્યાએ કામ ચલાવતી વ્યક્તિના કર્મચારીઓને પણ નોટિસ મળે તે રીતે ઇલેક્ટ્રોનિકલી તેને જાહેર કરવી જરૂરી છે. અન્ય કોઈ સ્થળેH-1B નોન-ઇમિગ્રન્ટની નિમણૂક થવાની હોય ત્યાં પણ નોટિસ લગાવવી જરૂરી છે. LCA દાખલ કરતાં પહેલાં ૩૦ દિવસ પહેલાં નોટિસ લાગી જવી જોઈએ અને ૧૦ દિવસ સુધી તે લગાડેલી રહેવી જોઈએ.
આવા કર્મચારીને થર્ડ પાર્ટીની જગ્યાએ કામે મોકલવાના હોય તો ત્યાંની સેકન્ડરી સાઇટ્સ પર પણ નોટિસ લગાવવી જરૂરી છે. થર્ડ પાર્ટીની જગ્યાએ નોટિસ ના લાગે કે અથવા જે તે સ્થળના માલિક મનાઈ કરે તેવા સંજોગોમાં પણ નોકરીદાતા કંપનીની જ જવાબદારી બને છે. આ બધી નોટિસો ક્યારે અને કેવી રીતે તથા કઈ કઈ જગ્યાએ લગાવાઈ હતીતેની તારીખ અને વિગતો સાચવી રાખવી જરૂરી છે. આવી નોટિસોની નકલો પણ સાચવી જરૂરી છે.
H-1B કર્મચારીઓની નિમણૂક કરનારી કંપનીઓની અન્ય જવાબદારીઓ
h-1B કર્મચારીની જે જગ્યા પર નિમણૂક થવાની હોય તે પ્રકારના ૨૫ કે તેથી ઓછા કર્મચારીઓ હોય અને તેમાં ઓછામાં ઓછા ૮ H-1B કર્મચારીઓ હોય; અથવા ૨૬ થી ૫૦ આવા કર્મચારીઓ હોય અને ઓછામાં ઓછા ૧૩ H-1Bકર્મચારી હોય; અથવા તો ૫૧ કે તેથી વધુ સમાન કક્ષાના કર્મચારીઓ હોય, જેમાંથી ઓછામાં ઓછા ૧૫ ટકા કે વધુ H-1B કર્મચારીઓ હોય ત્યારે તે નોકરીદાતાને H-1B ડિપેન્ડન્ટ એમ્પ્લોયર ગણવામાં આવે છે
NPZ Law Group, P.C.
Phone: 201-670-0006 (ext. 107)
Website: https://visaserve.com/
To be continued……..