આપણે ભારતને વિશ્વ ગુરૂ બનાવવાનું છેઃ મોહન ભાગવત

 

અયોધ્યાઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે . ભાગવતે કહ્યું કે આપણે ભારતને દુનિયા સામે ઉભું કરવાનું છે , આપણે તેને વિશ્વ ગુરૂ બનાવવાનું છે . જો આપણે ભારતની પ્રતિષ્ઠા સ્થાપિત કરવી હોય તો આપણે તેની પ્રાચીનતા અને સત્યને પ્રાચીન કાળથી આજ સુધી સ્થાપિત કરવું પડશે .

આરએસએસ વડાએ કહ્યું કે જે રીતે ભગવાન રામ અંગે એ સ્થાપિત થયું કે તેમનો જન્મ અયોધ્યામાં થયો , રામ સેતુ છે . તે જ રીતે સરસ્વતી નદી અંગે પણ પુરાવા સહિત વાતો સામે આવવી જોઇએ . તેમણે કહ્યું કે , એ સત્ય સિદ્ધ થવો જોઇએ કે સરસ્વતી નદી હતી , સરસ્વતી નદી છે જેથી કરીને તેના વિરોધીઓની વાતો અસત્ય પુરવાર થઇ જાય .

ભાગવતે કહ્યું કે સરસ્વતી નદી અંગે નવી પેઢી માટે પાઠ્ય પુસ્તકોમાં પુરાવા સહિત વિષયને સામેલ કરવો જોઇએ . તેમણે કહ્યું કે સરસ્વતી નદી સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે . પરંતુ અંગ્રેજોએ આપણને એ જ જણાવ્યું કે ના તો આપણું કોઇ રાજ ગૌરવ છે , ના તો કોઇ ધન ગૌ ૨ વ તથા તમામ ચીજો આપણને દુનિયામાંથી જ મળી . ભાગવતે કહ્યું કે આ પ્રકારને અસત્યની એક ભ્રમજાળ ઉભી કરવામાં આવી . તેમણે દાવો કર્યો કે ત્યારબાદ એક એવો વર્ગ આવ્યો જે અસત્ય ઉપજાવી ભ્રમજાળ ફેલાવતો ગયો અને લોકો તેમાં ફસાતા ગયા . તેમણે કહ્યું કે , પરંતુ આઝાદી બાદ આપણે આ ભ્રમજાળને ઉતારીને ફેંકી દેવી જોઇએ . તેમણે કહ્યું કે શ્રદ્ધાવાનને વિશ્વાસ હોવો જોઇએ અને આજે નવી પેઢીને પ્રમાણ જોઇએ અને એવામાં સરસ્વતી નદી અંગે પાઠ્ય પુસ્તકોમાં પુરાવા સહિત વાતો આવવી જોઇએ . 

મોહન ભાગવતે કહ્યું કે , સરસ્વતી નદી અંગે ઉપગ્રહના ચિત્રોમાં ધરતીની નીચે જળ સ્રોતની વાતો આવી છે , તેના ઉદ્ગમ અને માર્ગ અંગે વાતો સ્પષ્ટ રીતે બહાર આવવી જોઇએ . તેમણે કહ્યું કે , જનતા તો શ્રદ્ધાથી માની લેશે પરંતુ વિદ્વાન લોકોને પુરાવા જ ` ઇએ . તેમણે કહ્યું કે સરસ્વતી નદીના વિષયમાં સરકાર અને પ્રશાસન પોતાની રીતે કામ કરી રહ્યાં છે અને કરશે પરંતુ જનતાને એક થવું પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here