ગુજરાતનું ગૌરવ: વિશ્ર્વ સિંહ દિવસની દેશભરમાં ઉજવણી

 

અમદાવાદ: ગુજરાતે સિંહોનું જતન રાખ્યું છે. જેને કારણે એશિયાટિક સિંહો હોવાનું ગૌરવ લઈ શકાય છે. ગુજરાત સરકાર અને વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જેના પરિણામે આ દિવસની ઉજવણી વિશ્ર્વમાં જોવા મળતા સિંહોની અગત્યતા દર્શાવે છે. એશિયાઈ સિંહો અને બુહદગીરના ૩ હજાર ચો.કી.મી. વિસ્તારમાં મુકત પણે વિહરતા જોવા મળે છે. સિંહોના રક્ષણ અને સંવાર્ધનની જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવા માટે સરકાર સતત પ્રયત્ન કરે છે. સિંહ એક એવી પ્રજાતિ છે જેનાથી આપને ગર્વ અનુભવીએ છીએ. સિંહોની સંખ્યામાં થઈ રહેલા સતત વધારા પાછળ ગીરની બોર્ડર પરના લોકોનો પણ ખુબ જ મહત્વનો ફાળો છે. સિંહો ધીમે ધીમે હજુ પણ તેની ટેરેટરી વધારી રહ્યા છે. ત્યારે નવા રહેણાંકના લોકો દ્વારા સિંહો પ્રત્યે કેવું વર્તન થાય અને તેને બચાવી રાખવામાં કેટલા મદદરૂપ થાય તેના પર વનવિભાગ નજર રાખી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here