ફેસબુકની સર્વિસ માત્ર પૈસાદારો માટે નથી- માર્ક ઝુકરબર્ગ

0
920
REUTERS

આજકાલ મીડિયામાં ફેસબુક તેમજ વ્હોટસ અપની એપ્લીકેશનની બોલબાલા છે. આ પરિસ્થિતમાં ફેસબુકના સહસ્થાપક માર્ક ઝુકરબર્ગે એક ખાસ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, આ સર્વિસ માત્ર અમીરો માટે નથી, જો આ સેવા- સર્વિસ બદલ નાણાં ઉઘરાવવાનું શરૂ કરાય તો દરેક વ્યક્તિ એનો બોજો નહિ ઊઠાવી શકે. એપલના સીઈઓ ટીમ કુકને જવાબ આપતાં ઝુકરબર્ગે કહ્યું હતું કે, વાસ્તવિકતા એ છે કે તમે એક એવી સેવા તૈયાર કરો છો કે જનાથી દુનિયામાં બધાની સાથે સંપર્ક શક્ય બને છે, જે સર્વિસ લોકોને એકમેક સાથે જોડે છે ત્યારે એ સાથે જોડાનારા લોકોમાં કેટલાક એવા પણ હોઈ શકે છે કે જેઓ આ સર્વિસ માટે પૈસા ખરચી શકે એમ નથી.

તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ફેસબુક પોતાની સેવાઓ માટે નાણાં ઉઘરાવવાનો ચીલો શરૂ કરે તો બધા જ લોકો એ બોજ નહિ ઉઠાવી શકે.. ફેસબુકના ડેટા કલેકશનની ટેકનિક ખૂબ જ ખરાબ છે. જેમાં યુઝર્સ પાસેથી ઘણી અંગત માહિતી મેળવવામાં આવે છે અને તે એકઠી કરીને જાહેરાત કરનારાઓને વેચવામાં આવે છે. જો અમે  આ રીતે અમારા યુઝર્સની પર્સનલ માહિતી એકઠી કરીને વેચીએ તો પુષ્કળ નાણાં કમાઈ શકીએ, પણ અમે એવું કરતા નથી અને કરીશું પણ નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here