‘ગુજરાતનું ગૌરવ’ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કાર-૨૦૨૩ માટે નોમિનેટ

 

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ની ઓસ્કરમાં નોમિનેટ થઈ હોવાની સત્તાવાર માહિતી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આપી છે. આ ફિલ્મ દેશભરમાં ૧૪મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શોનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના ૬૬મા વેલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી.

સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર હવે રજૂ થશે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્ર્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે ૧૪મી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. દિગ્દર્શક પાન નલિનની આ ફિલ્મ ડિજિટલ ક્રાંતિની વાત કરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ર્ચિતતા બંનેથી લડીને, તે ‘ફિલ્મ શો’ માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે.