PERM લેબર સર્ટિફિકેશનથી ગ્રીન કાર્ડ મેળવવા માટે શું કરવું પડે

0
620

 

રોજગારી વીઝાને આધારે અમેરિકા આવેલા વિદેશી પ્રોફેશનલ્સ PERM લેબર સર્ટિફિકેશન મારફત ગ્રીન કાર્ડ મેળવી શકે છે. ગ્રીન કાર્ડ માટે 9 સ્ટેપ્સ હોય છે, તેમાં પ્રથમ PERM છે, ત્યારે બાદ I-140 ફાઈલ કરવું અને છેલ્લે ગ્રીન કાર્ડ માટે અરજી કરવા સુધી પ્રક્રિયા હોય છે.

સ્ટેપ 1: જૉબ હેઠળની કામગીરી અને લઘુતમ લાયકાત જણાવવી

કેવા પ્રકારની જૉબ છે તે સ્પષ્ટ જણાવવાનું હોય છે અને તેમાં નીચે પ્રમાણેની વિગતો આવરી લેવાની હોય છે.

  • જૉબ ટાઈટલ
  • જૉબ હેઠળની કામગીરી
  • કેટલો અનુભવ જરૂરી
  • લઘુતમ શૈક્ષણિક લાયકાત
  • જૉબનું સ્થળ
  • કર્મચારીઓની સંખ્યા

સ્ટેપ 2: શ્રમ વિભાગ પાસથી પ્રવર્તમાન પગારો શું છે તે જાણી લેવાનું.

એટર્ની આ માટે ઓનલાઈન રિક્વેસ્ટ શ્રમ વિભાગમાં કરતા હોય છે, જેથી સુનિશ્ચિત સ્થળે જૉબ ટાઇટલ માટે કેટલું વેતન હોય છે તે જાણી શકાય. વિદેશી કર્મચારીને ગ્રીન કાર્ડ મળે તે પછી કંપનીએ પ્રવર્તમાન વેતન જેટલું વળતર આપવું જરૂરી હોય છે. જોકે ગ્રીન કાર્ડ ના મળે ત્યાં સુધી એટલું વેતન આપવાનું રહેતું નથી.

સ્ટેપ 3: માર્કેટનો ટેસ્ટ કરવો

ઓનલાઇન રિક્વેસ્ટ પેન્ડિંગ પડી હોય ત્યાં સુધીમાં કંપનીએ માર્કેટમાં એ ટેસ્ટ કરી લેવો જરૂરી છે કે જેથી ચોક્કસ જૉબ માટે લાયક હોય, સક્ષમ હોય અને નોકરી કરવા તૈયાર હોય તેવો અમેરિકન કામદાર ઉપલબ્ધ છે કે નહીં તેની ખાતરી થઈ જાય.

સ્ટેપ 4: શ્રણ વિભાગને PERM માટે અરજી કરવી

એટર્નીએ હવે શ્રણ વિભાગમાં (9089 Form)થી PERM અરજી દાખલ કરવી.

સ્ટેપ 5: ફોર્મ I-140 ફાઇલ કરવું.

કંપની પ્રવર્તમાન વેતન ચૂકવી શકે છે અને હોદ્દા માટે કર્મચારી લાયક છે તે દર્શાવવા માટે USCIS સમક્ષ ફોર્મ I-140 ભરવું. તેનાથી કર્મચારીને ઇમિગ્રન્ટ વર્કરનો દરજ્જો મળશે. PERM લેબર સર્ટિફિકેશનની એપ્રૂવલ નોટીસ સાથે USCISમાં ફોર્મ ભરવાનું હોય છે.

સ્ટેપ 6: પ્રાયોરિટી ડેટ માટે રાહ જોવી

વેઇટિંગ પિરિયડ વિશે વીઝા બૂલેટીનમાં માહિતી અપાતી હોય છે તેના પર નજર રાખવી.

સ્ટેપ 7: ફોર્મ I-485 ભરવું

કર્મચારી અને તેના પરિવારના સભ્યો (જીવનસાથી, બાળકો)એ

The employee and their derivative family members (i.e., spouse and children) must file the green card application  with the I-140 ફોર્મની સાથે ગ્રીન કાર્ડની અરજી માટે I-485 ફોર્મ ભરવું.

સ્ટેપ 8: બાયોમેટ્રિક્સ માટે હાજર થવું

USCISના એપ્લિકેશન સપોર્ટ સેન્ટર હોય છે ત્યાં એપોઇન્ટમેન્ટ નક્કી થાય તે પ્રમાણે બાયોમેટ્રિક્સ આપવા હાજર રહેવું.

સ્ટેપ 9: USCIS ઓફિસર સામે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું

USCIC ઓફિસર સામે ઇન્ટરવ્યૂ માટે હાજર થવાનું થાય ત્યારે જણાવવું જરૂરી છે કે આ જૉબ ઓફર હજીય ઊભી છે. ઇમિગ્રેશન સ્ટેટસ, સિવિલ ડૉક્યુમેન્ટ્સ વગેરે ઓરિજિનલ દેખાડવાના રહેશે. મેડિકલ તપાસ માટેનું ફોર્મ I-693 સહિતના ડૉક્યુમેન્ટ્સ સીલ કવરમાં આપવાના રહેશે.

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ તમને, તમારા પરિવાર તથા મિત્રોને કેવી રીતે લાગુ પડી શકે છે તે વિશેની કે અન્ય કોઈ પ્રશ્નો હોય તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here