આપના નેતા મનીષ સિસોદિયા છ દિવસ ગુજરાતની મુલાકાતે: ચૂંટણીના ભણકારા

 

અમદાવાદ: આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા છ દિવસીય મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. મનીષ સિસોદિયા અમદાવાદ સ્થિત બાપુના સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. આશ્રમના લોકોએ મનીષ સિસોદિયાનું સ્વાગત કર્યું અને સાબરમતી આશ્રમ દર્શન માટે પ્રયાણ કર્યું. આશ્રમના તમામ ‚મ, ગેસ્ટ ‚મ, રસોડું, વરંડા, દરેક ‚મને લગતી તમામ વાર્તાઓ, મનીષ સિસોદિયાજીને આશ્રમની સંભાળ રાખનારા લોકો દ્વારા આશ્રમના દર્શન કરાવે છે. મનીષ સિસોદિયાજીએ પણ આશ્રમમાં બાપુનું ચરખું ફેરવ્યું હતું. મનીષ સિસોદિયાજીએ કહ્યું કે આવો ચરખો મારા ઘરે પણ હતો અને આજે મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે હું સાબરમતી આશ્રમમાં આવીને આ ચરખો ચલાવી શક્યો છું.

મનીષ સિસોદિયાજીએ તેમનો અનુભવ વર્ણવતા આશ્રમની ડાયરીમાં લખ્યું કે, જ્યારે પણ હું સાબરમતી આશ્રમમાં આવું છું ત્યારે અહીં પૂજ્ય બાપુની હાજરીનો અનુભવ, પ્રેરણા અને ઉર્જાનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. પરંતુ અહીં આવીને હંમેશા સમાજનું શિક્ષણ, આરોગ્ય, રોજગારીની દિશામાં આગળ વધવાની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે.

મનીષ સિસોદિયાએ જણાવ્યું કે. ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્યો છું. દિલ્હીમાં બીજેપી દ્વારા કરવામાં આવેલા સ્ટિગ ઓપરેશન પર પ્રતિક્રિયા આપતા મનીષ સિસોદિયાજીએ કહ્યું કે, ભાજપ જૂઠું બોલે છે, જૂઠ સિવાય કંઈ બોલતી નથી. બાપુ દરેક વસ્તુ માટે પ્રેરણા આપે છે, દેશમાં અસ્પૃશ્યતા ન હોવી જોઈએ, બેઈમાની ન હોવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, આજે કોંગ્રેસ અને ભાજપના લોકોએ શાળાઓ ખોલી નથી, હોસ્પિટલો ખોલવી જોઈએ નહીં. લોકો આજે કેજરીવાલજી પાસેથી ઉમ્મીદ રાખે છે. રાત-દિવસ તેઓ કેજરીવાલજીને ખ‚ં ખોટું કહેતા રહે છે, જુઠ્ઠું બોલતા રહે છે, વિપક્ષ સામે લડવાની પ્રેરણા અહીંથી મળે છે.

અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા